કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓએ અંગે ભારતીય હાઈ કમિશનરે જણાવ્યું સત્ય અને કહ્યું,”દર અઠવાડિયે બે મૃતદેહ આવતા હતા

Spread the love

કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓએ અંગે ભારતીય હાઈ કમિશનરે જણાવ્યું સત્ય અને કહ્યું,”દર અઠવાડિયે બે મૃતદેહ આવતા હતા

 

કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓએ ગંભીરતાથી વિચારવું જોઈએ, લાખો રૂપિયા ખર્ચવા છતાં ઘણા વિદ્યાર્થીઓ બોગસ કોલેજોમાં એડમિશન લે છે : ભારતીય હાઈ કમિશનર 

 

નવી દિલ્હી

કેનેડાથી પાછા બોલાવાયેલા ભારતીય હાઈ કમિશનર સંજય વર્માએ કહ્યું છે કે ત્યાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓએ આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. લાખો રૂપિયા ખર્ચવા છતાં ઘણા વિદ્યાર્થીઓ બોગસ કોલેજોમાં એડમિશન લે છે અને તેમને નોકરીની કોઈ તક મળતી નથી. પરિણામે તેઓ હતાશ થઈ જાય છે અને આત્મહત્યા જેવું પગલું ભરવા મજબૂર બને છે.

એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં સંજય વર્માએ કહ્યું કે, તેમના કાર્યકાળ દરમિયાન એક એવો સમય હતો જ્યારે દર અઠવાડિયે ઓછામાં ઓછા બે વિદ્યાર્થીઓના મૃતદેહ કેનેડાથી ભારત મોકલવામાં આવતા હતા.અસફળ થયા બાદ, વિદ્યાર્થીઓ તેમના માતાપિતાનો સામનો કરવાને બદલે આત્મહત્યા કરતા હતા. સંજય વર્માએ કહ્યું કે વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે ત્યાં જાય છે, પરંતુ તેમના શરીર બોડી બેગમાં પાછી ફરે છે.

તેમણે કહ્યું કે નિર્ણય લેતા પહેલા વાલીઓએ કોલેજો વિશે સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ. ઓછી જાણીતી કોલેજોમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની દુર્દશા માટે અનૈતિક એજન્ટો પણ જવાબદાર છે. આવી ઘણી કોલેજો અઠવાડિયામાં કદાચ એક જ વર્ગ ઓફર કરે છે. અઠવાડિયે એક વખત વર્ગો હોવાથી તેઓ એટલું જ અભ્યાસ કરશે અને તેમનો કૌશલ્ય વિકાસ પણ તે મુજબ થશે.

તેમણે કહ્યું કે આ પછી તમે જોશો કે એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતો વિદ્યાર્થી કેબ ચલાવી રહ્યો છે અથવા દુકાન પર ચા અને સમોસા વેચી રહ્યો છે. તેથી ત્યાંની જમીની વાસ્તવિકતા બહુ પ્રોત્સાહક નથી. ભારતીય રાજદ્વારીએ કહ્યું કે વિદ્યાર્થીઓ કેનેડા ગયા પછી અટવાઈ જાય છે. તેમના ઘણા માતા-પિતાએ તેમની જમીનો અને અન્ય મિલકતો વેચી દીધી છે. તેમણે લોન લીધી હોય છે.

તેમના મતે, આ પછી વિદ્યાર્થી પાછા ફરવાનું વિચારી શકતો નથી કારણ કે તેની પાસે પાછા ફરવા માટે કંઈ બચ્યું નથી. જેના કારણે આત્મહત્યા થઈ રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા 18 મહિનામાં મેં ઘણા વિદ્યાર્થીઓ પાસેથી તેમની સમસ્યાઓ વિશેના વીડિયો રેકોર્ડ કર્યા છે અને તેને યુટ્યુબ પર અપલોડ કર્યા છે.

સંજય વર્માએ કહ્યું કે કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદીઓના પ્રત્યાર્પણ માટે ભારત દ્વારા મોકલવામાં આવેલી 26 વિનંતીઓમાંથી માત્ર પાંચ જ ઉકેલી છે. 21 અરજીઓ દાયકાઓથી પેન્ડિંગ છે. તેથી હું કહીશ કે તે નિષ્ક્રિયતા છે. સંજય વર્માએ કહ્યું કે કેનેડિયન શીખોની માત્ર થોડી ટકાવારી ખાલિસ્તાની મુદ્દાને સમર્થન આપે છે. જો કેનેડાને તેની પરવા હોય તો તેણે તેના માટે જગ્યા આપવી જોઈએ અને તેને ખાલિસ્તાન કહેવુ જોઈએ.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું છે કે તેમની સરકાર મહામારીમાંથી બહાર આવ્યા પછી સ્થળાંતર કરનારાઓ અંગે યોગ્ય સંતુલન જાળવવામાં નિષ્ફળ રહી છે. હવે સરકારે નવા ઈમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે. ટ્રુડો સરકારે આગામી બે વર્ષ માટે દર વર્ષે અડધા મિલિયન નવા કાયમી રહેવાસીઓને દેશમાં આવવા દેવાની યોજના બનાવી હતી. હવે તેમણે કહ્યું છે કે આગામી વર્ષ માટે 3.95 લાખ નવા કાયમી રહેવાસીઓનો લક્ષ્‍યાંક હશે. 2026માં આ આંકડો ઘટીને 3.80 લાખ થઈ જશે. ટ્રુડોએ કહ્યું કે કેનેડાના ભવિષ્ય માટે ઈમિગ્રેશન આવશ્યક છે, પરંતુ તેના પર નિયંત્રણ હોવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com