ગાંધીનગર શહેર પાસે આવેલા એક ગામમાં રહેતા આશરે 54 વર્ષિય આધેડ મહેસાણા જિલ્લામાં આવેલા એક જાણિતા મંદિરમાં પૂજારી તરીકે કામગીરી કરે છે. ત્યારે તેમના દીકરા માટે વેવિશાળ શોધતા હોવાથી એક જાણિતા વ્યક્તિએ યુવતીનો ફોટો મોકલી સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ યુવતી અને પૂજારી વાતચીત કરતા હોવાથી યુવતીએ હોટલમાં જવાનુ કહ્યા પછી મસ્તી કરવાનુ કહેતા પૂજારી તૈયાર થઇ ગયા હતા. જ્યારે અંગતપળો માણ્યા પછી યુવતીએ 5 હજાર માંગતા પૂજારીએ ના પાડતા ધમકી આપતા 2 લાખ લઇને પહોંચ્યા હતા અને બાદમાં 5 લાખની માંગણી કરતા અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ ગાંધીનગર શહેરને અડીને આવેલા એક ગામમાં રહેતા આશરે 54 વર્ષિય આધેડ મહેસાણાના જાણિતા મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે. ગત 5 ઓક્ટોબરના રોજ તેમના મોબાઇલ ઉપર એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને તેમના દીકરા માટે યુવતીના ફોટા મોકલ્યા હતા. જોકે, ફોટા જોયા પછી પૂજારીએ સબંધની ના પાડી દીધી હતી. ત્યારબાદ એક છોકરીનો ફોટો મોકલી કહ્યુ હતુ કે, આ યુવતી જરૂરિયાત મંદ છે, ગરીબ છે, થતી મદદ કરજો. ત્યારબાદ યુવતીને પૂજારીનો નંબર આપતા બંને વચ્ચે વાતચીત ચાલુ થઇ હતી.
વાતચીત પછી સેવા શરૂ કરી હતી, જેમા પૂજારીએ યુવતીને કરિયાણું લઇ આપ્યુ હતુ. બાદમાં ગત 10 ઓક્ટોબરના રોજ યુવતીએ ગોતા મળવા બોલાવ્યા પછી હોટલમાં જઇ મસ્તી કરવાની વાત કરતા પૂજારી તૈયાર થઇ ગયા હતા અને તપોવન સર્કલ નજીક આવેલી હોટલમાં મસ્તી કરવા ગયા હતા, બે કલાક સુધી મસ્તી કર્યા પછી છુટા પડ્યા હતા. તે દિવસે રાતે યુવતીએ પૂજારીને ફોન કરી 5 હજાર માંગ્યા હતા. જેથી પૂજારીએ આપવાની ના પાડતા આજની મસ્તીનો વિડીયો મારી પાસે છે અને હુ વાઇરલ કરુ છુ, તેવી ધમકી આપતા 2 લાખ માંગતા પૂજારી આપી આવ્યા હતા.