6 મોટાં શહેરની સરકારી હૉસ્પિટલમાં મેડિસિટી ડેવલપ કરાશે, રૂ. 4660 કરોડનાં કામોને મંજૂરી મળી

Spread the love

રાજ્ય સરકાર દ્વારા આરોગ્યનું કવચ રૂ. 10 લાખનું કરી દીધા પછી ગુજરાત સરકારે સરકારી હૉસ્પિટલમાં આરોગ્ય સુવિધા વધે તે માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આરોગ્ય સુવિધામાં રાજ્યમાં અત્યારે સ્થિતિ એવી પ્રવર્તે છે કે કોઈ પણ જિલ્લા સ્તરની હૉસ્પિટલમાં દર્દી આરોગ્ય સેવા લેવા માટે જાય અને તેને વધારે કોઈ ગંભીર રોગ આવે તો તેને અમદાવાદ સિવિલ એક માત્ર છેલ્લા આરોગ્ય આશ્રય સ્થાન છે.

કોઈ પણ પ્રકારનો ગંભીર રોગ હોય તો તેને અમદાવાદ સિવિલમાં લવાય છે અને માત્ર ગુજરાતના દર્દીઓ જ આવે તેવું નથી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. આ કારણે અમદાવાદ સિવિલ પર દર્દીઓની સંખ્યા વધતાં કામગીરીનું ભારણ વધે છે. આ ભારણ ઘટાડવા માટે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો અને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરની સિવિલ હૉસ્પિટલમાં મેડિસિટી ઊભી કરીને જિલ્લા સ્તરેથી મોટા ભાગના રોગની સારવાર થઈ જાય તેવું વ્યવસ્થાતંત્ર ગોઠવવાનું નક્કી કર્યું છે.

આ માટે તબક્કાવાર રૂ. 4660 કરોડના કામને મંજૂરી આપી છે, જે પૈકી 1782 કરોડનાં કામ અત્યારે હાથ ધરી દીધાં છે અને તેનું લોકાર્પણ આગામી વિક્રમ સવંતના નવા વર્ષ દરમિયાન થશે. જ્યારે 2878 કરોડનાં કામનું ખાતમુર્હૂત પણ નવા વર્ષમાં કરવામાં આવશે, તેમ આરોગ્ય વિભાગનાં ટોચનાં સૂત્રોનું કહેવું છે. એકંદરે રાજ્યનાં 6 શહેરમાં મેડિસિટી ઊભી કરવા માટે સરકાર રૂ. 4660 કરોડના ખર્ચે વિકાસનાં કામ કરશે.

અમદાવાદની સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં હાર્ટ હૉસ્પટિલ, કિડની હોસ્પિટલ અને કૅન્સર હૉસ્પિટલ, સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ, પેરાપ્લેજિયા હૉસ્પિટલ સહિતની સુવિધા છે. આ સુવિધાઓનું કેન્દ્રીકરણ કરવા માટે અમદાવાદ સિવિલના આખા કૅમ્પસનું કેન્દ્રીયકૃત રીતે એડ્મિનિસ્ટ્રેશન થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે. તેમાં એક હૅલ્પ સેન્ટર હશે અને જયાંથી દર્દીને કયાં જવું અને કોને મળવું સહિતનું માર્ગદર્શન આપવામાં આવશે. નવી હૉસ્પિટલ, હોસ્ટેલ, માળખાકીય સુવિધા વિકસાવીને રાજ્યની 6 સરકારી હૉસ્પિટલનું નવીનીકરણ કરાઈ રહ્યું છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ સિવિલ મેડિસિટીનું જે સ્વપ્ન જોયું હતું તે હવે પૂર્ણતાના આરે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જ પર સુરત ,વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ ધરાવતી મેડીસીટીનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com