મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ હંમેશા જનતા વચ્ચે જઇને સામાન્ય નાગરિકની જેમ જ હળી ભળી જતા જોવા મળે છે. તેમાં પણ તેઓ પોતાની બહેનો પ્રત્યે ખાસ પ્રેમ દર્શાવે છે. ક્યારેક તેઓ એક હજારોમાં મેરી બહેના હે ગીત ગાતા જોવા મળે છે તો ક્યારેક નાની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ સાથે લાઇવ જોવા મળે છે. ત્યારે આજે સીએમ મોહન યાદવ આજે સતનામાં ચિત્રકૂટની મુલાકાતે ગયા હતા જ્યાં તેમનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો.
મહત્વનું છે કે સતનામાં ચિત્રકૂટની મુલાકાતે આવેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની અનોખી શૈલી જોવા મળી હતી. કામદગીરી પર્વત પર ભગવાન કામતાનાથની પરિક્રમા કર્યા બાદ મુખ્યમંત્રી અચાનક રસ્તાની બાજુમાં આવેલી ચાની દુકાન પર પહોંચ્યા અને ચા બનાવવા લાગ્યા હતા.
મહત્વનું છે કે મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમની પત્ની સીમા યાદવ ચિત્રકૂટમાં મંદિરોમાં દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ રસ્તાની બાજુમાં રેલિંગની પેલે પાર ચાની સ્ટોલ જોઈ. તો તેઓ રેલિંગ કૂદીને ચાની સ્ટોલ પર પહોંચી ગયા. તેઓ સ્ટોલ ધારક સાથ વાતચીત કરતા રહ્યા અને ચા પણ બનાવવા લાગ્યા. સીએમ યાદવને ચા બનાવતા જોઇને પત્ની બોલી કે તમે અમને તો ચા બનાવીને કદી પીવડાઇ નથી.
તો સીએમ યાદવે જવાબ આપતા કહ્યુ તે આ મારી બહેન છે, હું તેને ચા બનાવીને પીવડાવીશ. તું કઇ થોડી મારી બહેન છો ? હું મારી બહેન માટે ચા બનાવીશ. સીએમ યાદવનો આ જવાબ સાંભળીને હાજર સૌ કોઇ ખડખડાટ હસી પડ્યા હતા. સીએમ ચાનો સ્વાદ વધારવા માટે આદુ ટીચીને નાંખતા પણ જોવા મળ્યા હતા. તેઓ ચા બનાવી રહ્યા હતા ત્યારે તેમની પત્નીએ તેમને વધારે ખાંડ ન ઉમેરવા કહ્યું.
તેણે અનેક કપમાં ચા રેડી અને તેને સ્થાનિક ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ અને સ્ટોલ પર હાજર લોકોમાં વહેંચી, જેમાં ઘણી મહિલાઓ પણ સામેલ હતી. ચાની દુકાનના માલિકને ચાના પૈસા પણ આપ્યા. મુખ્યમંત્રીએ આ વીડિયો ‘x’ પર શેર કર્યો અને લખ્યું કે, “આજની ચા બહેન નહીં પણ ભાઈ બનાવશે.” તો બીજી તરફ ઈન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ એક દુકાનમાંથી ગરમ કપડાં ખરીદ્યા હતા તે ભીલાલા સમાજ દ્વારા બનાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ દિવાળી પર લોકો માટે વોકલને પ્રોત્સાહન આપ્યું હતું.