રક્ષા શક્તિ બ્રિજ વાહનો માટે જોખમી બન્યો, બંમ્પ નાખવાની માંગ, રોજબરોજ એકસીડન્ટનું જોખમ
Gj 18 ખાતે બનાવેલ રક્ષા શક્તિ બ્રિજમાં રોજબરોજ હજારો વાહનો અહીંથી પસાર થાય છે, ત્યારે વાહનો જે ઉપરથી આવતા હોય છે તે વાહનો તથા અંડરબિજની નીચેથી જે વાહનો જઈ રહ્યા છે તે વાહનોની સ્પીડ અને બંને વાહનો અથડાઈ જવાનું મોટું જોખમ રહેલું છે, રોજબરોજ નાની મોટી ઘટનાઓ આકાર લઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા આ પ્રશ્ને ગંભીર બનીને એક્સિડન્ટ ન થાય અને જોખમ ન રહે તે માટે બંમ્પ મૂકવાની માંગ ઉઠવા પામી છે,
વધુમાં બ્રિજ ઉપરથી આવતા વાહનોની સ્પીડ વધારે હોય છે અને બ્રિજ ઉપરથી વાહન આવતું હોય ત્યારે જે નીચેથી વાહનો પસાર અમદાવાદ તરફ જઈ રહ્યા છે તે વાહનોનું બ્રિજ ઉતરતા જ રોડની માત્રા એક થઈ જતા મોટું જોખમ રહેતું હોવાથી ત્વરિત બ્રિજ નીચેથી પસાર થતા વાહનો છે ત્યાં બંમ્પ મુકવાની માંગ ઉઠવા પામી છે
અહીંયા બંમ્પ મુકો, મેરી આવાજ સુનો, તેવી અનેક રહીશોની માંગ ઉઠવા મામી છે, ત્યારે જોખમી રસ્તામાં મોટું જોખમને ટાળવા તંત્ર હવે જાગે, પ્રજાના પ્રશ્નો ભાગે