વિકાસની પુંગી બજાવવા નીકળેલા ઈમરાન ખાને મહમંદઅલી ઝીન્નની નિશાની ગીરવે મૂકીને દેશ ચલાવવા આગળ વધ્યા છે. કોરોનાના કારણે પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ છે. જે દેશ માટે મોટું સંકટ આવીને ઊભું છે. ત્યારે પાકિસ્તાન સરકારે 500 અરબ રૂપિયાના દેવા માટે હવે મોહમ્મદ અલી જીન્નાની બહેનના નામથી ફેમસ પાકને નિલામ કરવા જઇ રહ્યું છે.
પાકિસ્તાની વૅબસાઇટ ડૉનના કહ્યાં અનુસાર, ઇમરાન સરકાર 500 અરબ ડૉલરનું દેવુ લેવા માટે ઇસ્લામાબાદમાં રહેલું પાર્ક ગિરવે રાખવા જઇ રહી છે. પાકને ગરવી રાખવા માટેનો પ્રસ્તાવ મંગળવારે કેબિનેટી બેઠકમાં રાખવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે ઇમરાન સરકાર જે પાકને નીલામ કરવાનો વિચાર કરી રહી છે તેનું નામ ફાતિમા જીન્ના પાક છે. મદાર-એ-મિલ્લત ફાતિમાં જીન્ના પાકિસ્તાનના સંસ્થાપર મોહમ્મદ અલી જીન્નાની બહેન છે. ઇસ્લામાબાદમાં બનેલો આ પાક 759 એકડ ધરતી પર ફેલાયેલો છે અને આને લોકો મનોરંજન પાર્ક તરીકે ઓળખે છે. તેની ખાસ વાત તે છે કે ફાતિમા જીના પાક પાકિસ્તાનના સૌથી મોટા અને હરિયાળીવાળા ક્ષેત્રોમાંથી એક છે. ડૉનના કહ્યા અનુસાર પાકિસ્તાનમાં થનારી આ કેબિનેટ બેઠક મિડીયાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે. આ બેઠક ઇમરાન ખાનના ઘરે અથવા તો કેબિનેટ ડિવિઝનના કમિટી તરફથી આયોજીત કરવા મા આવી રહ્યું છે.