રાજયમાં મહાનગરપાલિકા, જિલ્લાપંચાયત, તાલુકાપંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે મોટાભાગના કાર્યકરો પોતાના ગોડફાધરની શરણમાં જવા માંડ્યા છે. ત્યારે અમદાવાદ શહેર BJPમાં ફરી વિવાદ ચગ્યો છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખે બોલાવેલી સંકલન બેઠક મામલે કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાનપુર કાર્યાલય ખાતે શહેર પ્રમુખ જગદીશ પંચાલે ૬ જેટલા ધારાસભ્યો અને બે સાંસદની ગેરહાજરીમાં સંકલન સમિતિની બેઠક બોલાવી લેતા કાર્યકર્તાઓ નારાજ થયા છે અને જગદીશ પંચાલ સામે બળાપો વ્યક્ત કર્યો છે.
શહેર બીજેપી પ્રમુખ જગદીશ પંચાલ સમયાન્તરે નિર્ણય કરે છે. તેનાથી સંગઠનના પદાધિકારીઓ નારાજ થઇ જાય છે. અમદાવાદ મહાનગર પાલિકા માટે ઉમેદવાર સેન્સની પ્રક્રિયા થઈ રહી છે. શહેરમાં ૧ર સ્થળો પર ટીમો સેન્સની પ્રક્રિયામાં જોડાઈ છે. સાંજના સમયે ખાનપુર બીજેપી કાર્યાલય ખાતે જગદીશ પંચાલે બેઠક બોલાવી લીધી છે જેનાથી કાર્યકર્તાઓ નારાજ થયા છે.
અમદાવાદના જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે સાંસદો અને ધારાસભ્યો તેમના બજેટની વિગતો જાહેર કરે તેવી માંગણી કરી છે. શાહનવાઝ શેખે જણાવ્યું કે સરકાર જયારે પારદર્શક વહીવટની વાતો કરતી હોય ત્યારે બજેટની ફાળવણી ક્યાં અને કેટલી ફરી તે પ્રજાને જણાવવું જરૂરી છે શાહનવાઝ શેખે તેમનો બજેટ ખર્ચ સોશિયલ મીડિયામાં જાહેર કર્યો અને આગામી દિવસોમાં અન્ય કોર્પોરેટર્સ પણ બજેટના ખર્ચની વિગતો જાહેર કરે તેવી માંગ કરી છે તેમણે કહો કે કોર્પોરેટરને વાર્ષિક 25 લાખ રૂપિયા વિકાસકાર્યો માટે મળે છે. ત્યારે આ નાણા. ખરેખર રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, બાંકડા અને પેવર બ્લોક જેવા કાર્યો પાછળ ખર્ચ કરવામાં આવ્યા કે કેમ તે તેમણે જણાવવું જોઇએ.