ટપાલ નો જમાનો જતો રહ્યો, સંદેશે આતે હૈ હમે તડપાતે હૈ, યે ગીત આજની પેઢીને મજાક લાગે, કારણ કે ઓનલાઈન મોબાઈલના કારણે ઘણી ચીજ વસ્તુઓનો મૃત્યુ ઘંટ વાગી ગયો, તેમાં રેડિયો, પેજર, પત્રો, જે પોસ્ટ કરીએ તે કેમેરા સ્કેનરથી લઈને આજના યુગમાં રમતો બદલાઈ જતા લખોટી ભમરડા થી લઈને અને ગિલ્લી દંડા પણ ગાયબ થઈ ગયા, ત્યારે તસવીરમાં દેખાતું ટપાલ બોક્સ પહેલા ભરાઈ જતું, હવે ટપાલ બોક્સ પણ ઘરનો મોભી પણ નાણાં વગરનો નાથીયો હોય તેમ પાકીટમાં કાંઈ ન હોય, ક્યાંથી હોય, મોંઘવારીમાં બચે તો હોય ને, ત્યારે હવે ઘરના બૈરાઓ પણ ફંફાંળવાના બંધ કરી દીધા છે, સીધા કપડાં ધોવામાં જતા રહે, ત્યારે પોસ્ટનું કામ પણ આવું જ થઈ ગયું છે, બાકી 25% હવે કામ રહ્યું છે, આ પોસ્ટનો ડબ્બો છે, તેની પાછળ કચરાનું બોક્સ બાંધી દીધું છે, જે કચરો આમાં નાખો ત્યારે ટુ ઇન વન કહી શકાય કચરો અને કાગળ માટે પેટી મૂકી દીધી છે