31 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે નવનિર્મિત નૂતન યાત્રિક ભવનનું લોકાર્પણ, મારૂતિ યજ્ઞ તથા દર્શન કાર્યક્રમમાં હાજરી આપશે. ગૃહમંત્રી Z+, CRPF કક્ષાની સુરક્ષા વ્યવસ્થા ધરાવે છે.
જેથી તેમની સુરક્ષા અને સલામતી જાળવવા સારૂ સાળંગપુર ખાતેના ઉપરોકત કાર્યક્રમના સ્થળથી 1 કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારમાં સુરક્ષા અને સલામતીના કારણોસર જમીનથી આકાશ તરફ ઉડાડવામાં આવતા ડ્રોન, તુકકલ, ફુગ્ગા, પતંગ, ઉડાડવા ઉપર કે તેનો ઉપયોગ કરી સલામતી વ્યવસ્થામાં કોઈ ખલેલ ના પડે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષક બોટાદ દ્વારા દરખાસ્ત કરવામાં આવે છે.
સાળંગપુર ખાતેના ઉપરોકત કાર્યક્રમના સ્થળે ડ્રોન, તુકકલ, ફુગ્ગા, પતંગ, વિગેરેનો ઉપયોગ ન થાય તે અંગેનુ જાહેરનામું પ્રસિદ્ધ કરવાની જરૂર જણાતી હોઈ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ મને મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ બોટાદ જિલ્લામાં આગામી 31 ઓક્ટોબરે 1 દિવસ માટે સરક્ષા અને સલામતીના કારણોસર સાળંગપુર ખાતેના ઉપરોકત કાર્યક્રમના સ્થળથી 1 કિ.મી.ની ત્રિજયા વિસ્તારમાં જમીનથી આકાશ તરફ ઉડાડવામાં આવતા ડ્રોન, તુકકલ, ફુગ્ગા, પતંગ, ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ અને ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબ સજા થશે, જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.