૨૦૨૪મુ વર્ષે રોકાણકારો માટે ઘણું લાભદાયક રહ્યું. ચાલુ વર્ષે ૨૧ ઓક્ટોબર સુધી ધનતેરસ સુધી રોકાણકારોને ચાંદીએ માલામાલ કર્યા છે. સોનાના 23 ટકા કરતાં ચાંદીએ વધુ 30 ટકા રિટર્ન આપ્યું છે, જયારે નિફટીએ ૨૦ ટકા વળતર આપ્યું છે. આ વર્ષના નવ મહિનામાં સેન્સેક્સે ૧૮ ટકા રિટર્ન આપ્યું હતું, જે સોના કરતાં ઓછું વળતર છે. જોકે નિફટીએ જબરદસ્ત રિટર્ન આપ્યું છે. નિફટી બેન્કે આ વર્ષે ૧૧.૬૦ ટકા વળતર આપ્યું છે. જોકે નિફટી૫૦એ ચાલુ વર્ષે ૨૦ ટકા વળતર આપ્યું છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ડિસેમ્બર સુધી સેન્સેક્સ એક લાખના આંકડાને પાર થવાની સંભાવના દર્શાવે છે જેમાં ઘણા અનુમાનો પણ લગાવવામાં આવેલા છે એન નિષ્ણાંતોનું કહેવું છે બજારમાં રોકાણકારોને વધુ ફાયદો મળી શકે તેમ છે અને સાથે ઘણા ભવિષ્યના રોકાણોમાં પણ વધુ ઉન્નતી આવે તેવા પણ સંકેતો જરી કર્યા છે.
મૂડીરોકાણ માટે મોટા ભાગના લોકો સોનાને વિશ્વાસપાત્ર એસેટ માને છે, કેમ કે સંકટ સમયે એનો સરળતાથી ઉપયોગ થઈ શકે છે. સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૭૫,૦૦૦ને પાર થઈ ચૂક્યું છે. આ વર્ષના ૧૦ મહિનામાં સોનાએ આશરે ૨૦ ટકા કરતાં વધુ વળતર આપ્યું છે. મધ્ય-પૂર્વમાં ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના ચાલતા સંઘર્ષ, ફેડ રિઝર્વે ધિરાણ નીતિ હળવી કરતાં અને ભવિષ્યમાં આપેલા વ્યાજકાપના સંકેતોને ધ્યાનમાં રાખતાં બજાર નિષ્ણાતો સોનામાં મૂડીરોકાણને પ્રાધાન્યા આપી રહ્યા છે. વધારામાં મધ્યસ્થ બેન્કો, ઊભરતાં માર્કેટ્સે જે રીતે સોનાના રિઝર્વમાં વધારો કર્યો છે. એ જોતાં સોનામાં મૂડીરોકાણને સુરક્ષિત માની રહ્યા છે. બીજી બાજુ, અમેરિકી ફેડના વ્યાજકાપ પછી સેન્સેક્સ ૮૫,૦૦૦નો આંકડો પાર કરી ચૂક્યો છે. વિદેશી રોકાણકારો ફરી એક વાર મૂડીરોકાણ કરી રહ્યા છે.