દિલ્હી હાઈકોર્ટે ભાજપના ધારાસભ્યોની અરજી પર દિલ્હી સરકાર, દિલ્હી વિધાનસભા અધ્યક્ષ, CAG અને લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસને નોટિસ પાઠવી છે. હાઈકોર્ટ આ મામલે આગામી 9 ડિસેમ્બરે સુનાવણી કરશે.
ભાજપના ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ અહેવાલ મુખ્ય પ્રધાન આતિષી પાસે પેન્ડિંગ છે, જેઓ નાણા મંત્રાલયની જવાબદારી પણ સંભાળી રહ્યા છે, અને એલજી દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં, અહેવાલ તેમને મોકલવામાં આવ્યો નથી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે અદાલતે દિલ્હી સરકારને 12 CAG રિપોર્ટ્સ એલજીને મોકલવાનો નિર્દેશ આપવો જોઈએ જેથી કરીને તેમને વિધાનસભામાં રજૂ કરી શકાય.
આ અરજી દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા સહિત ભાજપના 7 ધારાસભ્યો વતી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અન્ય ધારાસભ્યોમાં મોહન સિંહ બિષ્ટ, ઓમ પ્રકાશ શર્મા, અજય કુમાર મહાવર, અભય વર્મા, અનિલ કુમાર બાજપાઈ અને જિતેન્દ્ર મહાજન છે.
દિલ્હી સરકારને એલજીને CAG રિપોર્ટ મોકલવાની સૂચના આપવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સરકારે 2017 થી 2022 સુધીના એક્સાઇઝ, પોલ્યુશન, ફાઇનાન્સ સંબંધિત 12 CAG રિપોર્ટ LGને મોકલ્યા નથી.