Gj 18 મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ પોતે ગરીશ્રમજીવી મહિલા પાસેથી માટીના કોડીયા ખરીદતા જોવા મળી રહ્યા છે, ત્યારે મેયરે કોઈપણ ભાવતાલ ના પૂછ્યો અને ડઝનનો શું ભાવ? તે કિંમત આપીને પોતે ચાલતા થયા ત્યારે આ મહિલાને ખબર નહીં કે જે ખરીદી કરી રહ્યા છે તે ગાંધીનગરના મેયર છે ત્યારે મેયર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે” વોકલ ફોર લોકલ”જે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ખૂબ જ મહત્વ આપી રહ્યા છે શ્રમજીવીથી લઈને રોડ રસ્તા પર નાનો મોટો ધંધો કરનારા આ લોકો ભારતની ઇકોનોમી ચલાવી રહ્યા છે બચત ભલે ના હોય પણ જે કમાય તે રોજબરોજ વાપરી નાખવાનું ત્યારે આની ગાડી એક યા બીજા ઉપર ચાલે છે, આજે ભારત જેવા દેશોમાં વસ્તી વધારે ભલે હોય પણ તેની ઇકોનોમી મજબૂત છે ભારતમાં ગમે ત્યાં જાઓ તમને કોઈ પણ ચીજ વસ્તુ સરળતાથી મળી રહે ત્યારે આજે માટીના કોડીયા લુપ્ત થઈ રહ્યા છે અને ચાઇના ની ચીજ વસ્તુઓ જે આવી રહી છે તેની સામે આપણા દેશમાં રહેતા અનેક ધંધાથીઓ પર અસર ધંધાની દેખાઈ રહી છે ત્યારે આપણા સૌની ફરજ છે કે આવા નાના ધંધાર્થીઓને સહકાર આપીએ
તહેવારોમાં ભાવ નહીં કરાવવાનો શ્રમજીવી તથા નાની ચીજ વસ્તુઓ વાંચતા આ લોકો દેશ માટે એક ઇકોનોમી ઘરેણું છે, “સોને કી ચીડિયા” તરીકે ભારતને ઓળખવામાં આવે છે, એવા અનેક મહેનતકસ ભારતમાંથી પેદા થાય છે ત્યારે ગાંધીનગર શહેરમાંથી મેયર ખરીદી કરતા હતા ત્યારે મહિલા પાસે કોઈ ભાવતાલ ના કરાવતા અને જે પૈસા કીધા તે આપી દીધા તે જોઈને મહિલા રાજી રાજી થઈ ગઈ હતી મહિલાને થયું કે ગ્રાહકો તો આવે છે અને ભાવ કહીને પછી ભાવ કરાવે પણ ખરા ત્યારે આ મહિલાએ ભાવતાલ ના કરાવતા સીધી ખરીદીને જે ભાવ કીધો તે આપી દેતા મહિલા પોતે મેયર ને કહેવા લાગી કે બેન તમે ભાવ કેમ ના કરાવ્યો બધા ભાવ કરાવે છે ત્યારે મેયરે જણાવ્યું કે અમે દિવાળી ઉજવીએ છીએ તો ભાવતાલ ના કરાવીને તમને પણ સહકાર આપીએ ત્યારે મહિલા રાજીની રેડ થઈ જતા કોઈ વ્યક્તિએ કીધું કે બેન ગાંધીનગરના મેયર છે તો મહિલાની ખુશી વધુ છલકાઈ અને જણાવ્યું કે તમે બેન મેયર છો? મહિલા બુઓ પાડવા માંડી મેયર આવ્યા મેયર આવ્યા ત્યારે આજે નકલી પોલીસ નકલી કોર્ટ નકલી કચેરી એટલે મેયર પણ નકલી નથી ને? તે ચકાસવા મહિલા બધાને કહેવા લાગી કે બેન મેયર છે, ત્યારે ઓળખીતાઓ જણાવ્યું કે બેન મેયર છે, ત્યારે ખુશીનો પાર આ મહિલાનો ના રહ્યો ત્યારે આ પ્રસંગો પાત મીરા પટેલે જણાવ્યું કે ક્યાંય દાન કરશો તો તેના કરતાં તહેવારોમાં આ લોકો પાસેથી ખરીદીને કોઈ ભાવતાલ ના કરાવી ને જે ભાવ કહે તે આપી દઈએ, બાકી 10 થી 20 રૂપિયા વધારે લઈ જશે, પણ તેની ખુશી અને દિવાળી તે પણ ઉજવી શકશે, બાકી મહિલા પાસેથી ભાવતાલ ના કરતા મહિલાને થયું કે મેં મેડમને છેતરી લીધા પણ ઘણીવાર ભાવતાલ ખબર હોવા છતાં નજર અંદાજ કોઈનું સારું કરવામાં કરીએ એટલે કુદરત રાજી રહે, ત્યારે હાલ નકલી ઘી નકલી કચેરી નકલી કોર્ટ નકલી તેલથી લઈને અનેક જગ્યાએ નકલીથી સાવધાન કરવા છતાં મેયર ખરેખર મેયર જ છે તે મહિલા ચકાસવા મહિલાએ બધાને મેયર આવ્યા કહીને બુમ પાડતા લોકોએ કહ્યું આ મેયર છે