વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દિવાળીની ઉજવણી કચ્છના સિરક્રીક ખાતે બીએસએફના જવાનોની સાથે કરી

Spread the love

 

કચ્છ
કચ્છની આ દરીયાઈ સરહદ ભારત વિરોધી ષડયંત્રનો સામનો કરે છે. ભૂતકાળમાં આ સીમાને રણભૂમિ બનાવવાનો પ્રયાસ કર્યો છે. દુશ્મનની નાપાક નજર સરક્રીક પર ટકી છે. દેશ નિશ્ચિત છે કારણ કે સુરક્ષામાં આપ તહેનાત છો. આ વાત દુશ્મન પણ સારી રીતે જાણે છે. 1971ના યુદ્ધમાં કેવી રીતે જડબાતોડ જવાબ આપ્યો હતો. નેવીની ઉપસ્થિતિને કારણે સરક્રીક કચ્છ તરફ દુશ્મન આંખ ઉઠાવવાની હિંમત નથી કરતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બીએસએફના જવાનોને સંબોધતા કહ્યું કે, આજે દેશમાં એવી સરકાર પણ છે કે દેશની એક ઈંચ જમીન સાથે પણ સમજુતી કરી શકે તેમ નથી. સરક્રીકને હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ વખતે મે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે બુલંદ અવાજે વિરોધ કર્યો હતો. આજે જયારે અમને જવાબદારી મળી છે ત્યારે સેનાના સંકલ્પના હિસાબોને ધ્યાને લેવામાં આવી રહ્યો છે. દુશમનની વાતો પર નહીં, સેનાના સંકલ્પો પર ભરોસો કરી રહ્યા છીએ.
21મી સદીની જરૂરીયાતને ધ્યાને રાખીને સેના, સુરક્ષાબળોને આધુનિક સાધનો આપી રહ્યા છીએ તેમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણી સેનાને વિશ્વકક્ષાની મિલિટરી ફોર્સની કતારમાં ઊભા રાખવા માગીએ છીએ. રક્ષા ક્ષેત્રમા આત્મનિર્ભર ભારત બને તેવી નેમ આ સરકારની છે. આજે ભારતમાં આપણી પોતાની સબમરીન બની રહી છે. તેજસ ફાઈટર પ્લેન વાયુસેનાની તાકાત બની રહી છે. દેશની સેના, સુરક્ષા બળોને ધન્યવાદ આપુ છુ કે 5000થી વધુ સૈન્ય ઉપકરણોની યાદી બનાવી છે જે વિદેશથી નહીં ખરીદાય. આત્મનિર્ભર ભારત પર આધાર છે. ડ્રોન ટેકનોલોજી ન્યુ એજ ટુલ્સ ગણાય છે. યુદ્ધમાં ગયેલા દેશ તેનો ઉપયોગ કરે છે. ડ્રોનથી કોઈ વ્યક્તિ કે જગ્યાની ઓળખ કરવા, સામન પહોચાડવા, હથિયારના રૂપમાં થઈ રહ્યો છે. ડ્રોન ટેકનોલોજીની મદદથી ભારત પણ સેનાને સશક્ત કરી રહી છે. પ્રિડેકટર ડ્રોન ખરીદવામાં આવી રહ્યાં છે.તેને જોડાયેલ સ્ટ્રેટજી બનાવાઈ રહી છે. સ્વદેશી ડ્રોન બનાવાવમાં ભારતીય કંપનીઓ લાગી છે. ત્રણેય સેનાને જોડી દેવાઈ છે. જેના કારણે તેમનુ સામર્થય અનેક ગણુ વધી જશે. આર્મી, નેવી, એરફોર્સ એક-એક લાગે છે. પણ જ્યારે સંયુક્ત અભિયાન વખતે 1-1 નહીં પરંતુ 111 દેખાય છે. બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ થઈ રહ્યું છે. લદ્દાખ, અરુણાચલ પ્રદેશમાં રોડ બનાવ્યા છે. 400થી વધુ પૂલ બનાવ્યા છે. ઓલ વેઘર કનેકટિવીટી માટે ટનલ 10 વર્ષમાં નિર્માણ પામી છે. સરહદી ગામને આખરી ગામની માન્યતા બદલીને પ્રથમ ગામની ઉપમા આપી છે. વાઈબ્રન્ટ વિલેજ યોજના હેઠળ ત્યાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રવાસન પ્રવૃતિ વધારવામાં આવી રહી છે. ગ્રામ્ય જનોનું જીવન ધોરણ સુધરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com