ગુજરાતના કરદાતાઓને વ્યાજ અને દંડમાં છૂટછાટ આપવા માટે ગુજરાત જીએસટી કાયદામાં સુધારો કરવા વટહુકમ બહાર પાડ્યો
અમદાવાદ
કરદાતાઓ દ્વારા કર અનુપાલન સુનિશ્ચિત કરવા અને કરદાતાઓ પરનો વેરાકીય બોજ હળવો કરવાના ઉદ્દેશ્ય સાથે, કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, ૨૦૧૭માં ફાયનાન્સ એક્ટ, ૨૦૨૪ દ્વારા સુધારો કર્યો છે જેમાં વિવિધ છૂટછાટ આપવામાં આવી છે. તદનુસાર, ગુજરાત સરકારે, ગુજરાતના કરદાતાઓને આ છૂટછાટ આપવા માટે ગુજરાત જીએસટી કાયદામાં સુધારો કરવા માટે વટહુકમ બહાર પાડ્યો છે. જીએસટી એમ્નેસ્ટી સ્કીમ તથા કલમ ૧૬(૫) અને ૧૬(૬) હેઠળ વેરાશાખનો લાભ વગેરે જેવી છૂટછાટ મેળવવાની રીત અને પ્રક્રિયાનું વર્ણન કરતી સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.સુધારેલી જોગવાઈઓ અને સૂચનાઓ અનુસાર, જીએસટી કાયદાની કલમ ૭૩ હેઠળ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ સંબંધિત કેસો વ્યાજ અને/અથવા દંડ માફીનો લાભ મેળવવા માટે પાત્ર છે. પાત્ર કરદાતાઓ તા ૦૧.૧૧.૨૦૨૪ થી ૩૧.૦૩.૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી દ્વારા લાભ મેળવી શકે છે.
કરદાતાઓ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ માટે કલમ ૧૬(૫) અને ૧૬(૬) હેઠળ વેરાશાખ મેળવવા માટે પણ હકદાર છે. વેરાશાખ મેળવવાપાત્ર કરદાતાઓએ સુધારણા આદેશ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.જાહેર કરવામાં આવેલ આ છૂટછાટોનો લાભ મેળવવા માટે પાત્ર કરદાતાઓ દ્વારા સમયસર અરજી કરવામાં આવે.