અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી યુવતી ઉબેર ઓટોમાં બેસીને જઈ રહી હતી ત્યારે એક ટુ-વ્હીલર ચાલક યુવતીનો પીછો કરી રહ્યો હતો. ટુ-વ્હીલર ચાલકે યુવતીને પોતાના ટુ-વ્હીલર પરથી બેઠા-બેઠા પોતાનો જ બીભત્સ ફોટો બતાવ્યો હતો. યુવતી ગભરાઈ જતા તેને પોલીસ અને અભયમની ટીમને જાણ કરી હતી છે, જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ઓટોમાં જતી યુવતીની છેડતી:યુવતીને પોતાના વાહન પરથી બેઠા-બેઠા યુવકે પોતાનો બીભત્સ ફોટો બતાવ્યો
અમદાવાદ5 કલાક પેહલા
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી યુવતી ઉબેર ઓટોમાં બેસીને જઈ રહી હતી ત્યારે એક ટુ-વ્હીલર ચાલક યુવતીનો પીછો કરી રહ્યો હતો. ટુ-વ્હીલર ચાલકે યુવતીને પોતાના ટુ-વ્હીલર પરથી બેઠા-બેઠા પોતાનો જ બીભત્સ ફોટો બતાવ્યો હતો. યુવતી ગભરાઈ જતા તેને પોલીસ અને અભયમની ટીમને જાણ કરી હતી. યુવતીએ ટુ-વ્હીલર ચાલકના એકટીવા નંબર સાથે આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
એકટીવા કે જ્યુપીટર પર એક શખ્સ મારો પીછો કરી રહ્યો હતો
યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે, રાતના લગભગ 9:30 કલાકે હું વસ્ત્રાપુર ખાતે મેડિકલ સ્ટોરમાંથી મારી ઉબેર ઓટોમાં બેસીને જ્યારે ત્યાંથી નીકળી ત્યારે બ્રાઉન રંગના ચેક્સવાળું શર્ટ પહેરીને GJ-01-VA-4457 નંબરના એકટીવા કે જ્યુપીટર પર એક શખ્સ મારો પીછો કરી રહ્યો હતો અને વારંવાર તેના ફોનમાં તેનો પોતાનો જ બીભત્સ ફોટો વારંવાર બતાવી રહ્યો હતો અને આ કૃત્ય હું મારા પહોંચવાના સ્થળ કોમર્સ છ રસ્તા સુધી પહોંચી ત્યાં સુધી સતત ચાલુ રાખ્યું હતું. જેથી, મેં પોલીસ હેલ્પલાઇન નંબર 100 અને મહિલા હેલ્પલાઇન નંબર 181 ઉપર ફોન કર્યો હતો. જેમાં સામેથી મને જવાબ મળ્યો હતો કે, તે શખસ હવે આસપાસ નથી તો તમે ચિંતા ન કરો. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ. એલ ચાવડાએ જણાવ્યું હતું કે અમે યુવતીની અરજી લીધી છે તેમાં આપેલા વાહન નંબરના આધારે તપાસ ચાલી રહી છે.અરજીની અત્યારે તપાસ ચાલી રહી છે, જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.