26મી જાન્યુયારીના રોજ દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂત આગેવાનોની મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે ગઈકાલે થયેલી હિંસા બાદ પોલીસે એક્શન લેવાનું શરુ કરી દીધુ છે.
પોલીસે જે ફરિયાદો નોંધી છે તેમાં ખેડૂત આગેવાનોના નામ પણ છે. આ આગેવાનોમાં રાકેશ ટિકેત યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ, રાજિન્દરસિંહ, જોગિન્દર સિંહ જેવા ખેડૂતોનો સમાવેશ થાય છે કેટલાક ખેડૂત નેતાઓ સામે ટ્રેકટર રેલી માટે અપાયેલી મંજુરીના નિયમોનું ઉલ્લંધન કરાયુ હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અલગ અલગ પોલીસ મથકોમાં પોલીસે નોંધલી ફરિયાદોમાં અલગ-અલગ ખેડૂત આગેવાનોના નામ છે જયાં જ્યાં પોલીસ પર વધારે હુમલા થયા છે ત્યાં પોલીસે ફરિયાદ દાખલ કરી દીધી છે. પોલીસે હવે આ ફરિયાદોને ક્લાસીફાઈડ કરી છે જેના પગલે માત્ર તપાસ કરનાર અધિકારી અને સબંધિત મેજિસ્ટ્રેટ જ પાસવર્ડનો ઉપયોગ કરીને ફરિયાદને જોઈ શકશે પોલીસે આમ તો કુલ 22 ફરિયાદો નોંધી છે. એક અંદાજ મુજબ કુલ મળીને 40 જેટલા ખેડૂત આગેવાનોના નામ ફરિયાદોમાં સામેલ કરાયા છે.