ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં જ મોટાભાગના ઉમેદવારો પોતપોતાના ગોડફાધરના શરણે જઈને ટિકિટ ની ભલામણ કરવા અત્યારથી જ તોતીંગ શરૂ કરી દીધું છે. ત્યારે નેતાઓની ઓફિસોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે તેવામાં અમદાવાદ કોંગ્રેસમાં (Ahmedabad congress) કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC Election) 48 વોર્ડમાં 1227થી વધુ લોકોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે, ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસ કોર્પોરેશનમાં સત્તાથી દૂર છે અને વિપક્ષમાં રહે છે. તેમ છતાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારોએ લાઈનો લગાવી દીધી અને હાલત એ છે કે 48 વોર્ડમાં અંદાજે 1200થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી ચૂકી છે. સૌથી વધુ સરસપુર-રખિયાલ વોર્ડમાં 56 દાવેદારો છે, જે બાદ અસારવામાં 52, ભાઈપુરમાં 50 અને સૈજપુરબોધા વોર્ડમાં 49 દાવેદારો છે. જ્યારે નારણપુરા માં 9 અને નવરંગપુરા માં માત્ર 8 જ દાવેદારો છે. અમદાવાદ ભાજપમાં 2037 લોકોએ ચૂંટણી લડવા કરી દાવેદારી પૂર્વ વિસ્તારમાં કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડવા માટે દાવેદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસ પાસે ઓછા દાવેદારો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મનપા (AMC)માં ભાજપના સૌથી વધુ 2037 દાવેદારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે.