આપણે સક્ષમ હોઈએ તો એકાદ બે જરૂરિયાતમંદની ફી થી લઈને મદદ કરીએ તો ભારત દેશ ઘણો આગળ આવી જાય, આ દેશમાં કર્તવ્ય બતાવનારા અને સોનાની ચીડીયા જે કહેવાય છે તેમાં અનેક લોકો સ્પોર્ટસ થી લઈને ઓલમ્પિકમાં પણ મેડલ લાવી શકે તેવા છે, ૨૦૩૬ જે ઓલમ્પિક યોજવાની છે તેમાં ભારત ક્યાં પહોંચશે તે જોઈ લેજો, હવે ભારત પાસે અનેક ટેકનોલોજી હોવાથી દેશમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં આવા કર્તવ્ય બતાવનારા અનેક લોકોને ગોતી ગોતીને ઓલમ્પિકમાં ભાગ લેવા તૈયાર કરશે, ત્યારે આ દીકરીને સત સત પ્રણામ કહી શકાય, ઘર માટે પરિવાર માટે વાપરનારા કરોડો છે પણ લોકો માટે આપનારા હજારો પણ નથી, પણ હા એક વ્યક્તિ હજારોને આપી શકે છે તે આપણા ગુજરાતી એવા મહિલા નિકિતા કહી શકાય, આજની યુવા પેઢીને ક્યાં આપવું કાં વહેચવું આનાથી કેટલો ફાયદો થશે તે એંગલ થી વિચારી રહ્યા છે ત્યારે દેશ જે તરક્કી કરી રહ્યો છે, તેમાં ભણતર જે વધી રહ્યું છે તે આ લોકોને આભારી છે