ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવા પામી હતી અને અંદાજે 50થી 65 હજાર કટ્ટાની આવક થવા પામી હતી. હરાજીમાં 20 કિલોના ભાવ રૂ. 400થી રૂ.1000 સુધીનો ભાવ બોલાયો હતો. અન્ય રાજ્યમાંથી વેપારી ડુંગળીની ખરીદી કરવા આવી પહોંચ્યા હતા. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાંથી મોટી કંપનીઓના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે અને ખેડૂતોએ મહા મહેનતે પકવેલી ડુંગળીનો સારો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મળી રહે તેવી અમારી એક માત્ર આશા હોય છે.
આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થવા પામી હતી અને યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીઓની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે આજરોજ સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે અહીં આવી પહોંચ્યા હતા. તેનું એક માત્ર કારણ એ છે કે સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાની જણસી વેચવા એકમાત્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે. કારણકે ખેડૂતોને ગોંડલ યાર્ડમાં પોતાની જણસીઓના જે ભાવ મળે છે. તેટલા ભાવ બીજે ન મળતા હોય તેને લઈને ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે.