યુવતીને સ્ત્રી શક્તિ યોજનામાં લોન અપાવવાનું કહીને બે શખસે 1.30 લાખનો ફોન સહિત 2.24 લાખ પડાવ્યાં

Spread the love

અમદાવાદમાં યુવતીને ધંધાકીય સરકારી લોનની જરૂર હોવાથી બે વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. જેમણે લોન અપાવવાની ગેરંટી આપી હતી.

જેમાં શરૂઆતમાં એકાઉન્ટ ખોલવા માટે 10 હજાર રૂપિયા, ત્યારબાદ અધિકારીને આપવા માટે 1.30 લાખ રૂપિયાનો મોબાઇલ અને બાદમાં ટુકડો પૈસા પડાવ્યા હતા. આમ કુલ 2.24 લાખ રૂપિયા પડાવ્યા છતાં યુવતીને લોન અપાવી ન હતી.

જે મામલે યુવતીએ બંને વિરુદ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં શીતલ શવાખંડે નામની યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમનાં પાડોશમાં રહેતા હિતેશ સોલંકી સાથે તેમને પારિવારિક સંબંધ હતા.

હિતેશ સોલંકીના ઘરે તેમના બનેવી જયદિપ સોલંકી આવતા-જતા હતા. જયદીપ સોલંકી તેમને જણાવ્યું હતું કે, સ્ત્રી શક્તિ યોજના છે, જે ધંધાકીય લોન પ્રકારે લોનની યોજના છે. તેમાં તમને લોનની જરૂર હોય તો લોન લઈ આપીશું.

શીતલબેન લોન લેવાની ઈચ્છા વ્યક્ત કરતા હિતેશ સોલંકીએ નિકુલ પરમાર નામના વ્યક્તિને તેમને મળ્યો હતો, જેને લોન પાસ કરાવવાની ગેરંટી આપી હતી.

લોન લેવાની હોવાથી શીતલબેન પાસેથી તમામ ડોક્યુમેન્ટ લીધા હતા અને લોનનું કામ ચાલુ કરવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટે 10 હજાર રૂપિયા ઓનલાઇન મેળવ્યા હતા. ત્યારબાદ લોનની ફાઈલ રેડી કરવા માટે 15,000 રૂપિયા મેળવ્યા હતા. પૈસા મેળવ્યા બાદ જણાવ્યું હતું કે, તમારા નામનો ડીડી તૈયાર થઈ ગયો છે, જે ગુપ્તા સાહેબની સહીમાં પડ્યો છે.

જેથી ઝડપથી સહી કરાવી હોય તો ગુપ્તા સાહેબની પત્નીને ગિફ્ટ પેટે એક મોબાઈલ આપવો પડશે, તેમ જણાવી સેમસંગ કંપનીનો ગેલેક્સી s24 અલ્ટ્રા મોબાઈલ લીધો હતો. જેની કિંમત 1.29 લાખ છે.

ત્યારબાદ અલગ-અલગ બહાના હેઠળ ટુકડા-ટુકડે પૈસા પડાવવાનું ચાલુ રાખ્યું હતું અને રકમ ફાળવ્યા છતાં પણ લોન ના આપતા શીતલબેનને તેમના સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. કુલ 2.24 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની શીતલબેન ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com