બીજી ટર્મ મહિલા OBC, રોટેશન નવી ચૂંટણી પછી લાગુ પડશે
મહાનગરપાલિકાઓમાં 27% અનામતને ધ્યાનમાં રાખી મેયર માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે GJ-18 શહેરમાં મહાનગરપાલિકાના મેયર તરીકે આવનારી ચૂંટણી પછી લાગુ પડશે જે OBC મેયર આવશે, ત્યારે GJ-18 મનપાની ચૂંટણી મોડી યોજાઇ હતી, જેથી મોડી ચૂંટણી યોજાતા રોટેશન લટકી ગયું હતું. જો આ રોટેશન જે તે વખતે જાહેર થઈ ગયું હોત તો અત્યારે મીરાબેન પટેલની જગ્યાએ OBC એવા તેજલબેન નાઈ, ઉષાબેન ઠાકોર, કદાચ મેયર હોત, ત્યારે જુનાગઢ સહિત…
GJ-18 શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં જોવા જઈએ તો સૌથી વધારે OBCની સંખ્યા વધુ છે, ત્યારે 27% અનામત બાદ ટિકિટ ફાળવણીમાં પણ OBCનો દબદબો વધશે, હવે OBCની સંખ્યા નગરસેવકોમાં વધુ જોવાશે, રાજ્યમાં હવે આનો અમલ જે થશે તે નવી ચૂંટણી બાદ લાગુ પડશે, ત્યારે મહાનગરપાલિકાઓમાં હજુ ચૂંટણીની વાર છે, હવે OBC દરેક વોર્ડમાં એક થી બે ઉમેદવારોને ટિકિટ ફરજિયાત અનામતના કારણે મળશે, જેથી OBCનો દબદબો વધશે,