સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાનાં રામપુરા પૌરાણીક વહાણવટી માતાનું મંદીર ભવ્યશક્તિપીઠ બનાવવાનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું . ત્યારે દાન ના દાતા અને સાબરકાઠાંમાં માનભેર જેમનું નામલેવાય છે. તે આ નામાંકિત બિલ્ડર બાબુભાઇ પટેલ (અશ્વમેઘ પરિવાર)ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા. હરહમેશાં દાનનો પ્રવાહ વહેચવામાં અશ્વમેઘ પરિવાર ક્યારેય પાછી પાની કરી નથી. ત્યારે બાબુકાકાનું કહેવું છે કે, કુદરતે આપ્યું છે, તો વાપરવું પણ જોઈએ, ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં પણ તેમણે ભંડાર ખોલી દીધા હોય તેમ લોકોને જમવાનું, થી લઈને અનાજની કીટ આપવામાં પણ મોટું યોગદાન રહ્યું છે. ત્યારે કોરોનાની વિષમ ઉપસ્થિતિમાં તેમણે સૌપ્રથમ માસ્ક (અશ્વમેઘ)ના બનાવીને વહેંચ્યા હતા. ત્યારે આવા અનેક દાનવીરોના કારણે અને સેવાર્થીઓના કારણે કોરોનાને મુક્તિ આપી શક્ય છીએ, આ પ્રસંગે અશ્વમેઘ પરીવારના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.