અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષ નેતા શહેઝદ ખાન પઠાણ
શું પ્રજાને નવો સક્ષમ હાટકેશ્વર બ્રિજ મળશે કે કેમ?હાટકેશ્વર બ્રિજ બનાવવા બાબતે જે કોઈ આયોજન હોય તેની સંર્પૂણ વિગતવાર સાચી અને સત્ય માહીતી તાકીદે આપી પ્રજાને માહીતગાર કરવા કોંગ્રેસની માંગણી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષ નેતા શહેઝદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભષ્ટ્રાચારી હાટકેશ્વર બ્રિજના કામમાં થયેલ ભષ્ટ્રાચારને કારણે નબળો હલકી કક્ષનો બ્રિજ હોવાને કારણે તેને તોડીને નવો બનાવવા બાબતે ટેન્ડર બહાર પાડેલ હતું તે ટેન્ડર રૂા.૫૨ કરોડનું આવવા પામેલ હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અગાઉ બે માસમાં પહેલાં જ કમિશ્નરશ્રી તથા સત્તાધારી પક્ષના તત્કાલીન શાસકો દ્વારા હાટકેશ્વર બ્રિજ આખો તોડીને નવો બનાવવાની વાત મીડીયા સમક્ષ કરેલ છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તો પછી સત્તાધારી પક્ષની કહેણી અને કરણીમાં ફરક કેમ છે ? આવી ડબલ ઢોલકીવાળી વાત કેમ કરવામાં આવેલ છે? ભષ્ટ્રાચારી હાટકેશ્વર બ્રિજ તોડીને નવો બનાવવાનો પ્રજાને અપાયેલ વાયદો તંત્ર તથા સત્તાધારી પક્ષના હોદ્દેદારો દ્વારા પોકળ પુરવાર થયેલ છે.હવે તંત્ર તથા સત્તાધારી પક્ષના હોદ્દેદારો દ્વારા કરાયેલ વાયદા મુજબનો રૂા. ૫૨ કરોડમાં નવો બનનારો હાટકેશ્વર બ્રિજનો ખર્ચ રૂા.૧૧૮ કરોડ થઈ જવા પામેલ છે અને તે બાબતે પણ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવેલ નથી તંત્રના અધિકારીઓ હજુ પણ અંધારામાં ફાંફા મારી રહયા છે અમદાવાદ મ્યુ.કોર્પોરેશન પાસે આઈ.એ.એસ. તથા નિષ્ણાંત એન્જીનીયરો ની ફોજ છે તેમ છતાં બ્રિજ બનાવવા બાબતે તંત્ર તથા શાસકો કન્ફયુઝન કેમ છે? તંત્ર શું છુપાવવા માંગે છે? શું કરવા માંગે છે? તે બાબત સમજી શકાતી નથી જેથી મ્યુ.કોર્પો.ના વહીવટી તંત્રની નિષ્ઠા અને સક્ષમતા પ્રત્યે અનેક શંકા-કુશંકા ઉભી થવા પામેલ છે. હજુ પણ હાટકેશ્વર બ્રિજ બાબતે શું પરિણામ આવશે ? પ્રજાને નવો સક્ષમ બ્રિજ કયારે મળશે ? તે તમામ બાબતો પ્રશ્નાર્થ બની રહેવા પામેલ છે.
પ્રજાની સમસ્યા તથા સુવિધાઓ આપવા બાબતે પ્રાધાન્ય આપવું તે મ્યુનિ.કોર્પોના વહીવટી તંત્ર તથા સત્તાધીશોની પ્રાથમિક ફરજ છે ભાજપના રાજમાં પ્રજાને સુવિધા આપવા બાબતે દુ;લક્ષ સેવાય કહેણી અને કરણીમાં વિરોધાભાસ રખાય તે સત્તાધારી ભાજપના શાસકો તથા તંત્ર માટે શરમજનક બાબત છે. જેથી પ્રજાને સારી અને સક્ષમ સુવિધાઓ સત્વરે મળે તેને પ્રાધાન્ય આપી હાટકેશ્વર બ્રિજ બનાવવા બાબતે જે કોઈ આયોજન હોય તેની સંર્પૂણ વિગતવાર સાચી અને સત્ય માહીતી તાકીદે આપી પ્રજાને માહીતગાર કરવા કોંગ્રેસની માંગણી છે.