આ સ્ટડી ટુર મેયર પ્રતિભાબેન જૈન્નની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરીને ચાલુ કરાઈ,ટીમનાં સભ્યો પરત ફર્યા બાદ વર્લ્ડબેંકની મદદથી તેમનાં શહેરોમાં હીટ એકશન પ્લાન તેમજ ક્લાઈમેટ રેસીલીઅન્સ પ્લાન ડેવલપ માટે કાર્યવાહી કરશે
અમદાવાદ
આજ રોજ તા. ૧૧-૧૧-૨૦૨૪ નાં રોજ અમદાવાદ શહેરનાં હીટ એકશન પ્લાનની સ્ટડી ટુર માટે દક્ષિણ આફ્રિકાનાં જ્હોનીસબર્ગ, ઈકરહુલેની અને સ્વાને શહેરનાં ક્લાઈમેટ, એન્વાયરોમેન્ટ, ફોરેસ્ટ તેમજ હેલ્થ વિભાગનાં કુલ ૧૫ જેટલા પ્રતિનિધિઓ આવેલ છે, આ સ્ટડી ટુર મેયર પ્રતિભાબેન જૈન્નની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરીને ચાલુ કરવામાં આવી હતી.આ સ્ટડી ટુર દારમિયાન વર્લ્ડ બેંકનાં પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મેયર દ્વારા આ સમિટમાં અમદાવાદ શહેરમાં ૨૦૧૩ થી ક્લાઈમેટ રેસીલીઅન્સ અને હીટ એકશન પ્લાન અંતર્ગત અમદાવાદ શહેરમાં થયેલ કામગીરી બાબતે અવગત કરવામાં આવ્યા.શહેરમાં મિશન મીલીઅન ટ્રી અર્બન ટ્રાન્સપોર્ટશન, વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત કરવામાં આવેલી કામગીરી બાબતે પણ પ્રતિનિધિઓને જાણકારી આપવામાં આવી.
આ સ્ટડી ટુર દરમિયાન પ્રતિનિધિ મંડળ હીટ એકશન પ્લાનનાં વિવિધ આયામ જેમ કે, અર્લી વોર્નીંગ સીસ્ટમની જાણકારી અને મોડેલ સમજાવવા IMD ઓફિસ, CEPT યુનિવર્સિટી, મિયાવાકી પ્લાન્ટેશન ઓકસીજન પાર્ક, કુલ કફીંગ અંતર્ગત આવરી લધિલ વિસ્તાર, SVP હોસ્પિટલ વિગેરેની મુલાકાત લેશે.આ સ્ટડી ટુર દરમ્યાન રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રી સ્તરે હીટ વેવ અને ક્લાઇમેન્ટ રેસીલીઅન્સ પર કામ કરતી વિવિધ સંસ્થાઓ જેમ કે NDMA (National Disaster Management Authority ), NCDC (National Centre For Disease Control), NRDC (National Resource Defense Council) વિગેરેનાં પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.
આ ટુર દરમિયાન હીટ એકશન પ્લાન અંતર્ગત તેમજ ક્લાઈમેન્ટ રેસીલીઅન્સ ડેવલપમેન્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં થતી વિવિધ કામગીરી દક્ષિણ આફ્રિકન શહેરોને અવગત કરવામાં આવશે, તેમજ અમદાવાદ શહેરને તે શહેરોમાં થતી વિવિધ કામગીરી અંગે જાણકારી મળી રહેશે. ટીમનાં સભ્યો દ્વારા, પરત ફર્યા બાદ વર્લ્ડબેંકની મદદથી તેમનાં શહેરોમાં હીટ એકશન પ્લાન તેમજ ક્લાઈમેટ રેસીલીઅન્સ પ્લાન ડેવલપ માટે કાર્યવાહી કરશે.