ગાંધીનગર
રાજ્યમાં ટેક્સ ભરે તેમાં આઇટીથી લઈને રહેઠાણનો ટેક્સ ભરનારા હવે સગવડોથી વંચિત થઈ ગયા છે, છેવાડાના માનવીનો વિકાસ વંચીતોનો વિકાસ ક્યારે? ત્યારે શહેરમાં ટેક્સ ભરનારા અનેક પ્રશ્નોથી વંચિત છે, ત્યારે આ લોકોનો વિકાસ ક્યારે? કરોડથી લઈને બંગલા ફલેટોમાં રહેતા રહીશો સ્વચ્છતા, રોડ, રસ્તા ગંદકી ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કિસ્સાથી લઈને વરસાદમાં કાદવ કિચ્ચડના પ્રશ્ને ઘરની બહાર નીકળવું કેમ? ઝૂંપડા વાસીઓ કરતા બંગલા વાસીઓ ટેક્સ ભરે છતાં અગવડો સૌથી વધારે, ત્યારે મહાનગરપાલિકા જે વાતોના વડા કરે છે, ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ લાવો, ગામડાના રોડ, રસ્તા સારા જેવો ઘાટ સર્જાયો છે,
એરપોર્ટ રોડ એવા હાંસોલ પાસે રાધે રેસીડેન્સી, સુકન રિવર વ્યુ થી લઈને અને જગ્યાએ આ હાલત છે, વીજળી, ગટર, પાણી આ બધું ખોદકામ ચાલુ ને ચાલુ જ રહેતું હોય છે, ત્યારે અમદાવાદ, ગાંધીનગરનું ખોદકામ બંધ ક્યારે થશે? આઠ મહિનાથી અનેક સોસાયટીના રહીશો ધૂળથી ત્રસ્ત થઈ ગયા છે, કોન્ટ્રાક્ટરો તેનો સામાન મૂકીને જતા રહે બાળકો રમે ક્યાં? ત્યારે તંત્ર, એમએલએ, નગરસેવકો અહીંયા ડોકાય આ લોકો ટેક્સ ભરે છે તેમાંથી વિકાસ અને પગાર પડે છે,
અમદાવાદ, ગાંધીનગર ખાતે રહેતા બંગલા ફ્લેટ ધારકો ટેક્સ ભરે છતાં સગવડના નામે મીંડું, અને અગવડના નામે ભંભો જેવો ઘાટ છે, વરસાદમાં બહાર નીકળવું હોય તો વાહનો ફસાઈ જવાના કિસ્સા તથા કોન્ટ્રાક્ટરો ગમે ત્યાં સામાન મૂકી ગયા બાદ ન હટાવતા પાણી ભરાઈ જવાના કિસ્સા અનેક બનવા પામ્યા છે ત્યારે વરસાદ બાદ પાણી ગટરના ઉભરાતા વાહનો ક્યાં ચલાવવા તે પ્રશ્ન વિકટ બન્યો છે, ટેક્સ ભરનારા દુઃખી-દુઃખી જેવો ઘાટ