જીજે 18 શહેરને સ્વચ્છ, પ્લાસ્ટિક મુક્ત કરવા ચેરમેન અંકિત બારોટ મેદાને ઉતર્યા

Spread the love

ગાંધીનગર
દેશમાં સ્વચ્છતાને સૌપ્રથમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી પ્રાધાન્ય આપી રહ્યા છે, સ્વચ્છતા માટે કરોડો નહીં અબજોની ગ્રાન્ટો વપરાય છે, ત્યારે અત્યાર સુધી તંત્ર ત્રાટકતું હતું પણ હવે ચેરમેન પોતે ફિલ્ડિંગ ભરીને પોતે પણ તંત્ર સાથે રાખીને બેટિંગ કરી રહ્યા છે, gj 18 મહાનગરપાલિકાની સેનીટેશન, સૂએજ અને સ્ટ્રીટ-લાઈટ સમિતિના ચેરમેન દ્વારા અધિકારીઓને સાથે રાખી સરગાસણ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ધંધાકીય એકમોમાં કચરા પેટી ન હોય, ગંદકી કરતા અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય તેવા ધંધાકીય એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરી કસૂરવારો પાસેથી 10 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.


ગાંધીનગરને સ્વચ્છ-સુંદર શહેર બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વેપારીઓને કચરાની ડોલ, ગંદકી નહીં કરવા તેમજ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ નહીં કરવા છાસવારે સૂચનાઓ આપવામાં આવે છે, તેમ છતાં ઘણા વેપારીઓ ઉદાસીન છે. ત્યારે આજે સેનિટેશન, સૂએજ અને સ્ટ્રીટ-લાઈટ સમિતિના ચેરમેન અંકિત બારોટે મહનાગરપાલિકા વિસ્તારનાં TP-9 અને સરગાસણ ખાતે સેનિટેશન શાખાના અધિકારીઓને સાથે રાખી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં વિવિધ ધંધાકીય એકમોમાં કચરા પેટી નાં હોય, ગંદકી કરતા હોય, અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય તે સ્થળ પર ચેકિંગ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને 10 હજારથી વધુનો દંડ વસુલવમાં આવ્યો હતો. ચેરમેન દ્વારા આવનારા દિવસોમાં તમામ વોર્ડમાં ઓચિંતી મુલાકાત કરી સ્થળ પર સ્વચ્છતા રાખવા અને સ્વચ્છતાનાં નિયમોનો ચુસ્ત પણે પાલન કરાવવા માટે સેનિટેશન શાખાનાં અધિકારીઓને સુચના પણ આપવામાં આવી હતી.


આ અંગે સેનિટેશન શાખાનાં ચેરમેન અંકિત બારોટે જણાવ્યું કે, સ્વચ્છતાએ આપણી સામૂહિક જવાબદારી છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા મિશન 10 વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ગાંધીનગર મહનાગરપાલિકા પુરતો સહયોગ અને કામગીરી કરશે તે દિશામાં અધિકારીઓને સુચના આપવામાં આવી છે. માત્ર નાના વેપારીઓ જ નહિ મોટા બિલ્ડરો દ્વારા પણ સ્વચ્છતાનાં નિયમો પાલન થાય તે હેતુથી સ્વાગત ગ્રીન સીટી ગ્રુપની સાઈડની પણ મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં બિલ્ડીંગ મટીરીયલનો ઢગલો રોડ ઉપર દેખાતા તેઓને પણ મહાનગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હતી અને દિન-3 માં તમામ આજુબાજુની જગ્યા સ્વચ્છ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. આવનારા દિવસોમાં સેનિટેશન શાખા દ્વારા ગાંધીનગરનાં તમામ નાગરિકોની ફરિયાદનું મોનિટરીંગ કરાશે. જેથી ડીઝીટલ માધ્યમથી ગાંધીનગરની નાગરિકોની સમસ્યા ઝડપથી હલ થઇ શકે અને નાગરીકોનો સફાઈનો ટેક્ષના પૈસાનું યોગ્ય વળતર મળી શકે તેવું કામ સેનિટેશન શાખા દ્વારા કરવામાં આવશે.

ભાજપ દ્વારા હમણાં આઠ થી દસ જેટલા ચેરમેનોની નિમણૂક કરી ત્યારે દિવાળી બાદ પ્રથમ વાર પહેલી બોણી હોય તેમ પ્લાસ્ટિક મુક્ત તથા ગંદકી ગમે ત્યાં કચરો ફેંકતા તત્વો સામે હવે ચેરમેન મેદાને ઉતરતા તંત્રને પણ દોડાવ્યું છે
સ્વચ્છતા પ્લાસ્ટિક મુક્ત અને જાહેરમાં પાનની પિચકારીઓ મારનારા તત્વોને છોડવામાં નહીં આવે તેવું ચેરમેને જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com