સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીમાંથી વધુ બે લાંચિયા કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે. સાબરકાંઠા જિલ્લાના અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે. પશુપાલનના વ્યવસાય માટે 2 લાખની લોન મંજૂર થઈ હતી. અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના બે કર્મચારીઓએ લોનના દસ્તાવેજી કાગળ રજૂ કરવા 5000 રૂપિયા માંગ્યા હતા. 5000 રૂપિયાની લાંચ ન આપવા માંગતા ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. જે બાદ ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું જેમાં લાંચના રૂપિયા લેતા કોમ્પ્યુટર ઓપરેટર જગદીશ અમૃતભાઈ પરમાર રંગે હાથ ઝડપાયો હતો. જો કે સાબરકાંઠા જિલ્લા મેનેજર વર્ગ 3નો કર્મચારી સુરેશ કટારાની પણ સંડોવણી સામે આવી હતી જે સ્થળ પર હાજર ના હોવાથી સમગ્ર મામલે જગદીશ અમૃતભાઈ પરમારની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.