ક્રાઈમની કેટલીય સ્ટોરીઓ સામે આવતી રહેતી હોય છે. તેમાંથી અમુક કિસ્સા એટલા બિભત્સ હોય છે કે તેના વિશે સાંભળીને પણ હોશ ઉડી જાય. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે આવા જ એક કિસ્સામાં શખ્સની સજાને યથાવત્ રાખવાનો ચુકાદો સંભળાવ્યો છે. આ કિસ્સો સાસુ અને જમાઈના સંબંધના શર્મસાર કરતો હતો. દારૂના નશામાં જમાઈએ માની ઉંમરની 55 વર્ષની સાસુ સાથે ત્રણ વાર રેપ કર્યો. નવાઈની વાત એ છે કે ટ્રાયલ કોર્ટ તરફથી તેને દોષિત ઠેરવતા શખ્સે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા અને કહ્યું કે, સાસુ સાથે સહમતિથી શારીરિક સંબંધ બનાવ્યા હતા. જોકે, હાઈકોર્ટે તેને અરજી ફગાવી દીધી અને તેની સજા યથાવત્ રાખી હતી.
સાસુનો રેપ કરનારા શખ્સની અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટની સિંગલ બેન્ચે ખૂબ આકરા વલણમાં ટિપ્પણી કરી હતી. જસ્ટિસ જી.એ. સનપે મંગળવારે આપેલા ચુકાદામાં કહ્યું કે, અભિયુક્તે શરમજનક હરકત કરતા માતાની ઉંમરની સાસુનો રેપ કર્યો. કોર્ટે કહ્યું કે, પીડિતાની ઉંમર લગભગ અભિયુક્તની માતાની ઉંમર જેટલી છે. તેમ છતાં મહિલા સાથે આવી હરકત કરી હતી. સાથે જ જજે કહ્યું કે, ટ્રાયલ કોર્ટમાં દોષિત કરાર શખ્સે મહિલાના વુમનહૂડનું હનન કર્યું છે. હાઈકોર્ટે શખ્સની અરજી ફગાવી દેતા તેની 14 વર્ષની સજા યથાવત્ રાખી છે. આપને જણાવી દઈએ કે, જમાઈએ વર્ષ 2018માં સાસુ સાથે રેપ કર્યો હતો. સેશન્સ કોર્ટે આ મામલામાં દોષિત ગણાવતા તેને 14 વર્ષની સજા સંભળાવી હતી.
આ મામલાની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટની સિંગલ બેન્ચે ખૂબ જ આકરા શબ્દોમાં ટિપ્પણી કરી હતી. જસ્ટિસ સનપે કહ્યું કે, મહિલાએ ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેનો જમાઈ તેની સાથે આ રીતે નિંદનીય અને ઘૃણિત કામ કરશે. પીડિતાની સાથે આ કલંક આખી જિંદગી રહેશે. અરજીકર્તા સંબંધમાં મહિલાનો જમાઈ છે, છતાં તેણે પીડિતા સાથે આવી શરમજનક હરકત કરી. તેણે મહિલા સાથે સંબંધનો ફાયદો ઉઠાવ્યો. કોર્ટે આગળ કહ્યું કે, પીડિતા તરફથી કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પુરાવા અભિયુક્તના ગુન્હાને સાબિત કરવા માટે પૂરતા છે.