Gj 18 શહેરની મોટાભાગની જગ્યાઓ જંગલ ખાતાના હસ્તક છે, ત્યારે જંગલ ખાતા દ્વારા વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવે પણ માવજાતના કારણે ઘણીવાર વૃક્ષો સુકાઈ જવાના બનાવો બને છે, ત્યારે સેક્ટર-24, 27 થી આસપાસ કરેલા ફેન્સીંગમાં વૃક્ષારોપણ કરેલ તેમાં મોટાભાગના ઝાડવા સુકાઈ ગયા છે, સરકાર પાસેથી આવતી કરોડોની ગ્રાન્ડ જંગલ ખાતાને મળે છે અને ફેન્સીંગમાં કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે વૃક્ષો વાવવામાં અને જંગલમાં મંગલ કરવામાં જંગલ ખાતું ફેઈલ ગયું છે, ત્યારે ચેરમેન અંકિત બારોટ દ્વારા સેક્ટર-24, 27 ખાતે જંગલ ખાતાની જગ્યાની મુલાકાત લઈને નાયબ સંરક્ષક શ્રી ને આ સંદર્ભે પત્ર પાઠવીને વૃક્ષોની માવજત કરવા પત્ર પાઠવ્યો છે
ફેન્સીંગમાં દર વર્ષે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને ફેન્સીંગ કરવાનું કારણ આ જગ્યામાં કોઈ ઘુષણખોરી ના થાય, ઢોરોથી રક્ષણ થાય પણ અહીંયા તો વૃક્ષો પાણીના અભાવે અને માવજતના હિસાબે સુકાઈ જતા ચેરમેન અંકિત બારોટે વન ખાતા ની રેવડી ટાઈટ કરી છે