ટોલટેક્સ પછી નવો માસીબા ટેક્સ?? ફાટકનો ટ્રાફિક, માસીબા નો પણ ટ્રાફિકજામ? ટ્રાફિક પોલીસ પણ લાચાર જેવો ઘાટ
Gj 18 જિલ્લામાં ગાંધીનગર થી માણસા હાઈવે પર હવે સરકારનો ટોલબુથ લાગ્યું નથી, પણ માસીબાનું ટોલ બુથ શરૂ થઈ ગયું છે, ત્યારે ગુજરાતના મોટાભાગના ટોલ પ્લાઝા પર હવે માસીબાનો કબજો જોઈ શકાય છે, ત્યારે આ વનજાવન કરતા વાહનોને માસીબા ગાડીઓના બોનેટ અને કાચ પર ખખડાવતા વાહનો ઉભા રહેતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે, ત્યારે એક નાગરિકે આ સંદર્ભે ફરિયાદ કરતા ટ્રાફિક શાખા થી લઈને પોલીસ અધિકારીએ પણ આ મુદ્દે હાથ ઊંચા કરી દીધા છે, ત્યારે જાયે તો જાયે કહાં, ટોલ બુથ પ્લાઝા જેટલા ગુજરાતમાં આવ્યા છે, ત્યાં ટોલ ટેક્સ ભર્યા બાદ માસીબા નો ટેક્સ લેવા ઉભા હોય, હા ટોલટેક્સ ફરજિયાત અને માસીબા ટોલટેક્સ મરજીયાત છે, હવે અનેક ગાડીઓના બોનેટ પર હાથ પછાડવો કાચ પર હાથ મારીને કાચ ખોલો, ના પાડે તો અપ શબ્દો બોલવાથી લઈને આ સંદર્ભે પોલીસને જાણ કરતાં પોલીસ પણ બે હાથ જોડીને કહે કે આમાં અમને ના નાંખશો, ત્યારે હવે ટોલબુથની પણ સમસ્યા હતી અને હવે માસીબા ટોલ બૂથથી વાહન ચાલકો પરેશાન જેવો ઘાટ સર્જાયો છે,
માણસા રાંધેજા ફાટક પાસે નવું ટોલબુથનું નિર્માણ, જે મરજિયાત માસીબા ટોલટેક્સ કહી શકાય, તેવું રાહદારીએ તેની ફરિયાદમાં જણાવેલ છે, ત્યારે વાહનો થોભાવતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે, પોલીસને આ સંદર્ભે જાણ કરતા પોલીસ પણ હાથ અધ્ધર કરીને નમસ્કાર કરીને પોતે કહી રહી છે કે અમને આમાં ના નાખો