જામનગરમાં ટ્રાફિક ડ્રાઇવમાં, ફાયરિંગ-સાયલેન્સરવાળા બુલેટ સહિત અનેક વાહનો ડિટેન કરવામાં આવ્યા

Spread the love

જામનગર શહેરમાં ટ્રાફિક સુરક્ષા અને વાહન ચાલકોમાં શિસ્ત જાળવવાના ભાગરૂૂપે ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ એમ. કે. બ્લોચના માર્ગદર્શન હેઠળ પવનચક્કી સર્કલ ખાતે એક વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. પવનચક્કી સર્કલ ખાતે ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ એમ.કે.બ્લોચના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ટ્રાફિક ડ્રાઇવમાં ફાયરિંગ-સાઈલેશરવાળા બુલેટ સહિત અન્ય વાહનોને અગત્યના દસ્તાવેજો ન હોવાના કારણે ડીટેઇન કરવામાં આવ્યા છે. જોકે, ઘણા વાહન ચાલકો પાસે જરૂૂરી દસ્તાવેજો ન હોવાથી પોલીસે આ વાહનોને ડીટેઇન કર્યા હતા.

પીએસઆઈ એમ.કે.બ્લોચે જણાવ્યું હતું કે, નસ્ત્રટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે. આવા પ્રકારની ડ્રાઇવો વારંવાર યોજવામાં આવશે જેથી કરીને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાય અને અકસ્માતોને રોકી શકાય. સ્ત્રસ્ત્રઆ ડ્રાઇવ દરમિયાન પોલીસે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સૂચનો આપ્યા હતા. તેમજ હેલ્મેટ પહેરવા, સીટબેલ્ટ બાંધવા અને ઓવરસ્પીડ ન કરવા અંગે પણ જાગૃત કર્યા હતા. આ ડ્રાઇવમાં પોલીસ સ્ટાફ દ્વારા વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ફાયરિંગ-સાઈલેશરવાળા બુલેટ સહિત અનેક વાહનોને રોકવામાં આવ્યા હતા. આ વાહનોના ચાલકો પાસેથી અગત્યના દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com