ડિજિટલ પેમેન્ટ સૌથી સરળ અને અનુકૂળ પણ, આ 5 વ્યવહારો પર આવકવેરા વિભાગ રાખે છે ચાંપતી નજર

Spread the love

હાલના સમયમાં ડિજિટલ પેમેન્ટ સૌથી સરળ અને અનુકૂળ માધ્યમ બન્યું છે પરંતુ હજુ ઘણા લોકોને રોકડ વ્યવહારને પ્રાધાન્ય આપે છે. ઘણા વ્યવહારો રોકડમાં કરવા પાછળ એવું માનવામાં આવે છે કે તેઓ આવકવેરા વિભાગના રડારથી દૂર રહેશે. જો તમે પણ માનો છો કે તમે રોકડ વ્યવહારો દ્વારા ટેક્સ બચાવી શકો છો, તો આ તમારી ભૂલ છે કારણકે આવકવેરા તમારા 5 રોકડ વ્યવહારો પર બાજ નજર રાખે છે.

બેંકના ખાતામાં મોટી રોકડ રકમ જમા કરાવવી એ પણ જોઈ લેજો, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડમાં બેંકમાં જમા કરે છે તો તેની જાણ આવકવેરા વિભાગને કરવામાં આવશે. તમારા દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ રકમ જમા કરાવાઈ હોવાથી આવકવેરા વિભાગ તમને આ નાણાંના સ્ત્રોત વિશે પૂછી શકે છે.

ફિક્સ ડિપોઝિટમાં રોકડમાં રોકાણ કરવું એ પણ જોઈ લેજો, નાણાકીય વર્ષમાં બેંક ખાતામાં 10 લાખ રૂપિયાથી વધુ જમા કરાવવાથી પ્રશ્નોનો જવાબ આપવો પડે છે તે જ રીતે FD માં પણ આજ ફોર્મ્યુલા લાગુ પડે છે. જો તમે એક નાણાકીય વર્ષમાં એક અથવા વધુ FDમાં 10 લાખ રૂપિયાથી વધુ જમા કરો છો, તો જો આવકવેરા વિભાગ તમને આ રકમ અંગે નાણાંના સ્ત્રોત વિશે પ્રશ્નો પૂછી શકે છે.

મિલકતનું ખરીદ -વેચાણ એ પણ જોઈ લેજો, જો તમે પ્રોપર્ટી ખરીદતી વખતે રૂપિયા 30 લાખ કે તેથી વધુની રોકડ ટ્રાન્ઝેક્શન કરી હોય તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર ચોક્કસપણે આ અંગે આવકવેરા વિભાગને જાણ કરશે. આ સ્થિતિમાં આટલઈ મોટી રકમના ટ્રાન્ઝેક્શનને કારણે આવકવેરા વિભાગ પૂછી શકે છે કે તમે પૈસા ક્યાંથી લાવ્યા અને સ્ત્રોત શું છે?

ક્રેડિટ કાર્ડ બિલનું પેમેન્ટ એ પણ જોઈ લેજો, જો તમારું ક્રેડિટ કાર્ડનું બિલ રૂપિયા 1 લાખ કે તેથી વધુ આવે છે અને તમે તેને રોકડમાં પેમેન્ટ કરો છો તો પણ તમને પૈસાના સ્ત્રોત વિશે પૂછવામાં આવશે. જો તમે કોઈપણ નાણાકીય વર્ષમાં કોઈપણ રીતે 10 લાખ અથવા વધુની ચુકવણી કરો છો તો આવકવેરા વિભાગ તમને પ્રશ્નો પૂછી શકે છે કે તમારી પાસે પૈસા ક્યાંથી આવ્યા છે?

શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અથવા બોન્ડની ખરીદી એ પણ જોઈ લેજો, જો મોટી માત્રામાં રોકડનો ઉપયોગ શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અથવા બોન્ડ ખરીદવા માટે કરવામાં આવે છે તો તે આવકવેરા વિભાગને પણ જાણ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 10 લાખ કે તેથી વધુની લેવડદેવડ કરે છે તો તેની માહિતી આવકવેરા વિભાગ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગ તમને રોકડ અંગે માહિતી પૂછી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com