બોગસ ઓપરેશન કાંડ બાદ ગુજરાત સરકાર દ્વારા નિર્ણય, રાજ્યની તમામ હૉસ્પિટલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત

Spread the love

અમદાવાદ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સામાન્ય લોકોને કોઈપણ બીમારી હોવા છતાં ખોટા રિપોર્ટ કાઢીને તેમના ખોટા ઓપરેશન કરી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓના ખોટી રીતે જરૂર ના હોવા છતા એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવ્યા હતાં. સરકારી સહાય મેળવવાની લ્હાયમાં તબીબો દ્વારા અને ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કૌભાંડ આચારવામાં આવતું હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે આ મુદ્દે રાજ્યનું આરોગ્ય વિભાગ અને આખી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ખ્યાતિ હૉસ્પિટલના બોગસ ઓપરેશન કાંડ બાદ ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે રાજ્યની તમામ હૉસ્પિટલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાશે. ખ્યાતિ હૉસ્પિટલની ઘટના બાદ તમામ હૉસ્પિટલની સ્ક્રૂટિની કરાશે.

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ રજિસ્ટ્રેશન ફરજિયાત. 12 માર્ચ 2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત. 12 માર્ચ 2025 સુધીમાં આવેલી અરજીના આધારે હૉસ્પિટલની સ્ક્રૂટિની થશે. બીજી તરફ સવાલ એ પણ છેકે, હજુ આવી કેટલી ખ્યાતિ હોસ્પિટલો ગુજરાતમાં ધમધમી રહી છે તેની પણ તપાસ થઈ રહી છે. જેમાં નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલનું જેવું જ કૌભાંડ વડોદરામાં થયાની આશંકા. અંજના હૉસ્પિટલમાં જેમને જરૂર નહોતી તેમને પહેરાવ્યા ઓક્સિજન માસ્ક. દર્દીના ફોટા પાડી આયુષ્માન કાર્ડની સાઈટ પર અપલોડ કરી કૌભાંડ આચર્યાની શંકા.

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલના કૌભાંડમાં જેનું નામ સામે આવ્યું છે એવા ડૉક્ટર સંજયની રાજકોટમાં પણ હૉસ્પિટલ હોવાનો ખુલાસો થયો છે. રાજકોટના વિદ્યાનગર રોડ પર ન્યૂ લાઈફ હૉસ્પિટલ છે. જેમાં આજે ડૉક્ટર સંજય છ જેટલા ઓપરેશન કરવાના હતા. જો કે, આ તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે. સાથે તેમની ઓપીડી પણ કેન્સલ થઈ છે. દર ગુરૂવારે ડૉક્ટર સંજય રાજકોટ ઓપરેશન કરવા આવતા હતા. ગુજરાતમાં મેડિકલ માફિયાઓ બની રહ્યાં છે બેફામ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવું જ વધુ એક કૌભાંડ વડોદરાથી સામે આવે તેવી શક્યતા.વડોદરાના સેવાસી વિસ્તારની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઝોલ ઝાલ થયો હોવાની શક્યતા.

થોડા સમય અગાઉ દાખલ થયેલા દર્દીનો વીડિયો થયો વાયરલ.વીડિયોમાં દર્દીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે મોટા ઘટસ્ફોટ. આયુષ્માન કાર્ડ ના ઓથા હેઠળ મોટા કૌભાંડની આશંકા. જે દર્દીઓને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને પહેરાવાય છે ઓક્સિજન માસ્ક. ચેકિંગ આવવાનું હતું એટલે ICUમાં દાખલ તમામ દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવ્યા. કલાકો સુધી માસ્ક પહેરાવી રાખ્યા બાદ કઢાવી નાખ્યાં. ઓક્સિજન માસ્ક સાથે દર્દીઓના ફોટા પાડી આયુષ્માન કાર્ડની વેબસાઇટ પર કરાય છે અપલોડ. સરકારના આરોગ્ય વિભાગની તપાસ હાથ તો મોટું કૌભાંડ સામે આવવાની શક્યતાઓ પણ શેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com