દાહોદ
એસીબીએ લાંચ લેનારા બે શખ્સોને ઝડપી લીધા છે, એક જાગૃત નાગરીકની ફરિયાદને આધારે મેહુલ ચંન્દ્રકાન્ત રાજપાલ ઉ.વ. 34 નાયબ મામલતદાર, સર્કલ ઓફીસર, સંજેલી મામલતદાર કચેરી, હાલ રહે. સરકારી કવાટર્સ સી/બ્લોક મકાન નં.402, સંજેલી જી- દાહોદ મુળ રહે. લક્ષ્મીકુર્પા સોસાયટી, અમદાવાદ અને મોહન સોમાભાઈ બારી આ સ્ટેમ્પ વેન્ડર રહે.ભામણ, પટેલ ફળીયુ,વાસીયા, તા. સંજેલીને રૂપિયા 5 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. ટ્રેપનું સ્થળ મામલતદાર કચેરીના દરવાજા સામે આવેલી આરોપીની દુકાન હતી અને દુકાનમાં લાંચ લેવાઇ હતી. ફરીયાદીને દારપણાના દાખલાની જરૂરીયાત હોવાથી મામલતદાર કચેરી સંજેલી ખાતે જઇને ઓફી સમા અરજી આપી હતી. જેમાં બંને આરોપીઓ દ્વારા 5 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, બાદમાં લાંચની રકમ મોહન બારિયાને આપવા જણાવ્યું હતુ, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના લાંચના છટકામાં આરોપી લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.