આંગણીયા પેઢીની બહાર રેકી કરી, નજર ચૂકવી ચોરી કરતી નાયડુ ગેંગ સામે પોલીસની કાર્યવાહી

Spread the love

ગુજરાતમાં ક્રાઇમ રેસીયો ધીરે-ધીરે વધી રહ્યો છે. ત્યારે પોલીસની સંખ્યા ઓછી અને ક્રાઇમનો તરખાટ દરેક દિવસ દિવસે અલગ પ્રકારનો બની રહ્યો છે. ત્યારે ક્રાઇમને નાથવા અનેક પડકારો છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસે આંતરરાજ્ય નાયડુ ગેંગને પકડી પાડી છે આ ગેંગ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં અલગ અલગ જિલ્લામાં બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકોની નજર ચૂકવી ચોરી કરી નાસી જતી હતી. અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા લાખો રૂપિયા રકમની ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે રાજકોટ રુલર પોલીસના સકંજામાં રહેલા આ શખ્ખો નાયડુ ગેંગના સાગ્રીતો છે અને તેમના નામ છે લાલુ ઉર્ફે સુનિલ ઐયર, હરીશ ઉર્ફે અરીશ નાયડુ અને ગોપી લક્ષ્મણા નાયડુ. આ શખ્સો એ તેમના એક સગીર સાગરીત સાથે મળી વર્ષ 2020 ના અંતમાં શાપર વેરાવળ વિસ્તારમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો અને ફરી એક વખત રાજકોટ વિસ્તારમાં ચોરી કરવા આવતા હોવાની હકીકતને આધારે પોલીસે વોચ ગોઠવી આ સનાયડુ ગગના સગીર સંગીત 4 શખ્સોને પકડી પાડયા છે. પોલીસે આ શખ્શો પાસેથી પલ્સર મોટર સાયકલ , અને રોકડ રકમ સહિત કુલ 3 લાખ 25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો નાયડુ ગેંગના નામે ઓળખાય છે અને તે બેક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકો ની નજર ચૂકવી ચોરીના ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ કોઇ પણ જિલ્લામાં પ્રવેશ કરી બાદમાં મકાન ભાડે રાખી અને ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ રજૂ કરી OLX એપ્લિકેશન પરથી મોટરસાયકલ ની ખરીદી કરી બાદમાં રેકી કરી અને ચોરીના ગુના ને અંજામ આપતા હતા. આ ટોળકીએ ગુજરાતના રાજકોટ, અમદાવાદસુરેન્દ્રનગર, જામનગર ઉપરાંત રાજસ્થાન , મહારાષ્ટ્ર , અને કર્ણાટક રાજ્યમાં અલગ અલગ 11 ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલ આરોપી પૈકી હરીશ ઉર્ફ અશિસ નાયડુ વિરુધ્ધ મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. હાલ તો પોલીસે આ 4 શખ્સોની ધરપકડ કરી ગેંગ દ્વારા કેટલા ગુનાઓને અંજામ આપવામાં આવ્યા છે તેમજ ચોરીમાં ગયેલ મુદામાલ કયાં સગેવગે કર્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com