ગુજરાતનું એરપોર્ટ એવું અમદાવાદ ખાતે 1 વર્ષમાં ઘણાજ દાણચોરીના બનાવો નોંધાયેલા છે. ત્યારે અનેક ફરિયાદો અને ઉચ્ચકક્ષાએ રક્ષક રાખતા આ ઘટનામાં CBIએ અમદાવાદ એરપોર્ટના 2 કસ્ટમ ઓફિસર તેમજ 5 ખાનગી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી હતી. મળેલી જાણકારી અનુસાર તેઓ સોનાને પ્રવાહી સ્વરૂપમાં ફેરવીને અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી કરતા હતા. આ કિસ્સામાં બન્ને કસ્ટમ ઓફિસર સામે પ્રિન્સિપાલ કમિશનરે ફરિયાદ નોંધાવી હતી. અને CBI દ્વારા 7 આરોપીઓના ધર તેમજ ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું માનવામાં આવી રહ્યુ છે કે આ 7 આરોપીઓ કરોડો રૂપિયાની દાણચોરીમાં સંડોવાયેલા છે.
આ ઘટનામાં કસ્ટમ વિભાગના પ્રિન્સિપાલ કમિશનર કુમાર સંતોષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ અધિકારી સામે CEામાં નોંધાવવામાં આવી હતી. જાણકારી અનુસાર આ ફરિયાદ આધારે તપાસ કર્યા બાદ CBI એ વધુ 5 ખાનગી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. આરોપી સોમનાથ ચૌધરી તેમજ સુજીત કુમાર અમદાવાદ એરપોર્ટના ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવતા હતા.