પોલીસ બોલાવી રિતેશ તથા અમીત નામના શખ્સો પકડાઈ ગયેલ અને અન્ય બે અજાણ્યા ઇસમો ભાગી ગયા
અમદાવાદ
જાહેર માર્ગો અને હાઇવે ઉપર રખડતા ઢોરના કારણે થતાં અકસ્માતો નિવારી શકાય તે માટે સી.એન.સી.ડી. વિભાગની ટીમ દ્વારા ચેકીંગ દરમ્યાન અમદાવાદ શહેરનાં પૂર્વ ઝોનના ઓઢવ સીગરવા ગામ, વડવાળી ચાર રસ્તા આગળ, ઇન્દોર હાઈવે ઉપર તા.૧૪/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૪:૩૦ વાગ્યાના સુમારે જાહેરમાં ગાય ઉભેલી માલુમ પડતા તેને પકડવાની કામગીરી હાથ ધરાયેલ, જે દરમ્યાન રિતેશભાઇ સોમાભાઈ રબારી અને અમિત અરજણભાઇ રબારી નામના શખ્સો તથા અન્ય બે શખ્સો અ.મ્યુ.કો.ની ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઉભો કરી સી.એન.સી.ડી. ટીમના ફરજ ઉપરના સ્ટાફ સાથે બીભત્સ ગાળો બોલી ઝગડો કરી તેમજ સી.એન.સી.ડી. ટીમમાં ફરજ ઉપરના PSI ના ગાલ ઉપર લાફો મારી દઈ ઝપાઝપી કરી શર્ટના બટન તોડી નાખેલ અને ગાયને ભગાડી ત્યાંથી ભાગી ગયેલ. જેથી સી.એન.સી.ડી. ટીમ દ્વારા ૧૦૦ નંબર ડાયલ કરી પોલીસ બોલાવી સ્થાનીક પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બે ઇસમો તથા અન્ય બે ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જે અન્વયે રિતેશ તથા અમીત નામના શખ્સો પકડાઈ ગયેલ અને અન્ય બે અજાણ્યા ઇસમો ભાગી ગયેલ હતા.
આ ઉપરાંત, ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં નાગરિકો દ્વારા આવેલ રજુઆતો/ફરિયાદો અન્વયે ગોતા હાઉસીંગ વિસ્તારમાં ઢોર જાહેરમાં રખડતા હોવાની ફરિયાદ અન્વયે રખડતી ગાયોની શોધખોળ કરી પકડવા માટે આજ તા.૧૫/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે સી.એન.સી.ડી. વિભાગની ઉત્તર પશ્ચિમ ઝોનની ટીમ દ્વારા વસંતનગર ટાઉનશીપ, ગોતા હાઉસીંગ વિસ્તારમાં પશુમાલીકોના વાડા તેમજ લાયસન્સ/પરમીટ ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ, જે દરમ્યાન ટીમ સાથે પશુમાલીકો દ્વારા બોલાચાલી-તકરાર કરી વિરોધ કરતા હોવાનું જણાતા અન્ય બે ઝોન (દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોન) ની ટીમોની મદદ લઇ ત્રણ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં વાડાઓમાં સઘન ચેકીંગની સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૧ વાડા ચેક કરતા ૦૪ પશુ લાયસન્સ/પરમીટ મળી આવેલ અને લાયસન્સ/પરમીટ વિનાના કુલ ૦૬ ઢોર પકડી ઢોરડબ્બા ખાતે જપ્ત કરવામાં આવ્યા હતા.