કોરોના વાયરસના કારણે માસ્ક બજારમાં તેજી આવી છે, અને પ્રજામાં જાગૃતતા પણ આવી છે. ત્યારે અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં અંદાજે 450 થી 500 ચોરસ ફુટ ની ઓફિસમાં જે બેઠેલા CA પાસે પહોંચીને જઈને અમ્યુકોના સોલીડ વેસ્ટ વિભાગના બે અધિકારી અને એક પોલીસ કોન્સ્ટબલે મળીને માફ ન પહેરવા બદલ રૂા 1000નો દંડ માગતા હોબાળો મચી ગયો હતો. પરિણામે અમ્યુકોની ઉસ્માનપુરાની ઑફિસના ડેપ્યુટી કમિશનરના સ્તરના અધિકારીને ફોન પર ફરિયાદ કરવામાં આવતા સોલીડ વેસ્ટ વિભાગના બે અધિકારીઓ અને પોલીસને દંડ લીધા વિના જ નીકળી જવાની ફરજ પડી હતી.
આ વિસ્તારોમાં પણ અધિકારીઓએ વેપારીઓના પૈસા પડાવ્યા ઉસ્માનપુરાની માફક ઘી કાંટા વિસ્તારમાં વૈભવ વિષ્ણુ માર્કેટની દુકાનોમાં પણ પહોંચી જઈને અમ્યુકોના સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ અને પોલીસે ઘણાં વેપારીઓ માટે રૂા. 500-500 પડાવ્યા હોવાની પણ બૂમ ઊઠી છે. તમારો માસ્ક નાકના નસકોરાની નીચે છે તેમ જણાવીને પણ ઘણાં વેપારીઓને દંડ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. માસ્ક ન પહેરવા બદલ રૂા. 1000નો દંડ રાખવામાં આવ્યો છે. તેમ છતાય તેઓ વહીવટી ખર્ચની વસૂલાતની પહોંચ આપીને વેપારીઓ અને કોમર્શિયલ એકમો પાસેથી ઉઘરાણું કરી રહ્યા છે. ઉસ્માનપુરામાં જ અગાઉ મેટલ ઉદ્યોગની એક કચેરીમાં જઈને અમ્યુકોના અધિકારીઓએ માસ્કને નામે પૈસા પડાવવાની કોશિશ કરી હતી.
માસ્ક નાકના નસકોરાં પર નથી કહીને 1000 રૂપિયા ખંખેર્યા પોલીસ અને અમ્યુકોના નીચલા લેવલના અધિકારીઓ ઉપરથી તેમને સપોર્ટ મળતો હોવાથી ઓફિસો અને દુકાનોમાં ઘૂસી જઈને મોટી રકમ દેડને નામે પડાવી રહ્યા છે. આ રીતે પ્રજાના ખિસ્સા ખંખેરવામાં ઉપરથી નીચે સુધી બધાં જા ભળેલા હોવાથી લોકોનો અવાજ કોઈ સાંભળતા જ નથી. પ્રજાસત્તાક દિને સી જી રોડ પરની દુકાનોમાં પણ પોલીસોએ ધૂસી જઈને માસ્કની ચકાસણીને નામે ફફડાટ ફેલાવી દીધો હતો. તમામો માંસક નાકના નસકોરાં પર નથી એમ કહીને સ્ટેટ બૅન્કના એક નિવૃત્ત સિનિયર અધિકારી પાસેથી રૂ 1000 ખંખેરી લેવામાં આવ્યા હતા. આ મુદ્દે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફરિયાદ પણ કરવામાં આવી ખાનગી મોટર ગાડીમાં એકલી વ્યક્તિ પાસેથી દંડની રકમ પડાવવાનો કીમિયો પણ આ જ પ્રકારનો એક કીમિયો છે. મોસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી રોજનો રૂા. 75,000નો મિનિમમ દંડ વસૂલવાના ટાર્ગેટ અધિકારીઓને આપ્યા હોવાથી તેઓ રસ્તાઓ પરથી હટીને હવે લોકોની ઑફિસો અને દુકાનોમાં પણ ધૂસવા માંડયા છે.