સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારોના માપદંડ નક્કી કરાયા છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને સૌથી મોટુ નિવેદન આપ્યું છે કે 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓને ટીકીટ આપવામાં આવશે નહી તેમજ ત્રણ ટર્મથી ચૂંટાતા સભ્યો ટીકીટ લઇ શકશે નહી. વધુમાં એ પણ કહ્યુ હતુ કે હોદ્દેદારો અને આગેવાનોના સગાઓને પણ ટીકીટ નહી મળે. ત્યારે અમદાવાદ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મેયર અમિત શાહે આ અંગે મોટુ નિવેદન આપતા કહ્યુ હતુ કે તેમનો પુત્ર શની શાહ આ પાર્ટીમાં છેલ્લા 13 વર્ષથી પાર્ટીમાં છે તો તેનો પણ ટીકીટનો હક્ક છે. વધુમાં અમીત શાહે જણાવ્યુ હતુ કે અમારા પક્ષમાં સામૂહીક નિર્ણયની પ્રક્રિયા છે.
ભારતીય જનતા પાર્ટીમાંવાસણા વોર્ડમાં કુલ 37 લોકોએ ટીકીટ માંગી છે અને દરેક કાર્યકર્તાને ટીકીટ માંગવાનો અધિકાર છે તેમાં મારો દિકરો પણ વાસણા વોર્ડમાં યુવા મોરચાનો મંત્રી ઉપપ્રમુખ રહી ચૂક્યો છે અને અત્યારે પણ તે યુવા મોરચાનો ઉપ્રમુખ છે અને કોરોના કાળમાં પણ તે મારી સાથે કામ કર્યુ છે. જેથી કાર્યકર્તા તરીકે ટીકીચની માંગ કરી છે. ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ભૂતકાળમાં આણંદ જિલ્લામાં પ્રભારી રહી ચૂક્યો છુ અને એમને પક્ષ કોઇ જવાબદારી આપશે એવું મારૂ માનવું છે.