ગુજરાતના ઊંઝા ખાતે ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલનું ભવ્ય સ્વાગત બાદ તેમણે જણાવેલ કે પાટીદાર સમાજની રાજકીય અને અધિકારી લેવલે નોંધ લેવાતી નથી. જે નોંધ લેવાવવી જોઈએ, ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ મણિભાઈ પટેલ ઉર્ફે મમ્મીએ જણાવ્યુ હતું કે, પાટીદાર સમાજ એકબીજાના પગ ખેંચે નહીં અને સમાજને એક રૂપ કરે તે જરૂરી છે.
ઊંઝા ખાતે નરેશ પટેલે જણાવ્યુ કે, સરકારી કમિટીમાં ક્લાર્ક થી લઈને કલેક્ટર સુધી પાટીદાર હોવા જોઈએ. સરપંચ થી સાંસદ સુધી પાટીદાર હોવા જોઈએ તેમ કહી સંદેશો આપ્યો હતો.