સરકારે તાત્કાલિક ફેસબુક અને મેટા કંપનીને તાકીદ કરીને આવા ફેક વિડીયો ઉતારવા આદેશ આપવો જરૂરી : હેમાંગ રાવલ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે તા. ૨૧-૧૧-૨૦૨૪ facebook મેટા કંપની પર અમારા નેતા આદરણીય સોનિયા ગાંધીજીનો નકલી ફેક વિડિયો જોયો છે અને તે વિડિયોમાં તેઓ જનતા પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે કહી રહ્યા હોય તેવું બતાવવામાં આવ્યું છે આવા પ્રકારનો કોઈપણ વિડિયો તેઓએ ઉતારેલ નથી અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ દ્વારા ખોટો ફેક વિડીયો બનાવવામાં આવ્યો છે ત્યાર બાદ વધુ તપાસ કરતા ઉપરના પ્રકારની મોડસ ઓપરેન્ડી અનુસાર દેશના જાણીતા ઉદ્યોગપતિ શ્રી નારાયણ મૂર્તિ તથા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી શ્રી અમીત શાહના આજ પ્રમાણે ફેક વિડિઓ બનાવીને દેશના નાગરીકો સાથે સાયબર ફ્રોડ થઇ રહ્યો છે. અમારા દ્વારા સાયબરક્રાઈમને આ બાબતે ફરિયાદ કરવામાં આવેલ છે અને ફેસબુક, મેટા કંપનીના ઓર્થોરાઈઝડ બ્લુ ટીક એકાઉન્ટથી જ્યારે આવા ફેક સ્પોન્સર વિડિયો રન થઈ રહ્યાં હોય અને તેના કારણે દેશના નાગરિકોના સાયબર ચુંગાલમાં ફસાઈને પોતાના રૂપિયા બરબાદ ના થાય તે હેતુથી સોશિયલ મીડિયા દ્વારા ક્રાઇમ કરીને લોકોના પૈસા પડાવવાની ગેંગ જે કાર્યરત છે તે સામે લાવવામાં આવે અને દેશના લોકો જાગૃત થાય તથા ગૃહવિભાગ આવા સાયબર માફિયાઓની નશ્યત કરી કડક કાર્યવાહી કરે તેવી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવે છે.પ્રેસ વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી અને પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.