વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત

Spread the love

વાવ બેઠકની પેટા ચૂંટણીમાં અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોર જીતી ગયા છે. છેક 21 રાઉન્ડ સુધી લીડમાં આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની પાતળી સરસાઈથી હાર થઈ છે. જ્યારે બળવો કરીને અપક્ષ તરીકે ઊભેલા માવજીભાઈ પટેલને 26 હજાર કરતાં વધુ મત મળ્યા છે. ચૂંટણીપંચે બપોરે લગભગ 3.15 વાગ્યે સ્વરૂપજી ઠાકોરને 2442 મતે વિજેતા જાહેર કર્યા હતા. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાઓની સાથે વાયનાડ લોકસભા બેઠક ઉપરાંત દેશમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, કેરળ સહિત રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી જેનાં પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન પ્રચંડ બહુમતી સાથે જીત તરફ આગળ વધી રહ્યું છે તો ઝારખંડમાં હેમંત સોરેનના નેતૃત્વ હેઠળ જેએમએમ-કોંગ્રેસની યુતિ ભારે બહુમતી સાથે જીતી રહી છે. ગુજરાતમાં વાવ બેઠકની પેટા ચૂંટણી પણ આ સાથે જ યોજાઈ હતી. આજે સવારે તમામ બેઠકોની એક સાથે મતગણતરી શરૂ થઈ હતી જેમાં વાવ બેઠક ઉપર કોંગ્રેસના ગુલાબસિહ રાજપૂતે છેક છેવટ સુધી લીડ જાળવી રાખી હતી. જોકે, 18મા રાઉન્ડની ગણતરી પછી તેમની લીડમાં ઘટાડો થવા લાગ્યો હતો અને 21મા રાઉન્ડમાં લીડ માત્ર 340 મતની રહી ગઈ હતી. 22 રાઉન્ડની ગણતરી પૂરી થઈ ત્યારે આખી બાજી પલટાઈ ગઈ હતી અને ભાજપના સ્વરૂપજી ઠાકોર 1099 મતે આગળ નીકળી ગયા હતા અને અંતે 23મા રાઉન્ડ બાદ 2353 કરતાં વધુ મતે આગળ હતા અને તેમની જીત નિશ્ચિત મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com