રશિયાના મિસાઈલ હુમલા બાદ યુક્રેનના પૂર્વ આર્મી ચીફનું મોટું નિવેદન

Spread the love

યુક્રેનના ભૂતપૂર્વ સૈન્ય કમાન્ડર-ઈન-ચીફ વાલેરી જાલુજનીએ મોટો દાવો કર્યો છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે યુદ્ધમાં રશિયન સહયોગીઓની સામેલગીરી પણ આ જ સંકેત આપે છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાલુજનીએ એક ઈવેન્ટમાં કહ્યું કે, મને વિશ્વાસ છે કે 2024માં આપણે સ્વીકારી શકીએ છીએ કે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે. તેમણે આ માટે યુદ્ધમાં રશિયાના સહયોગી દેશોની સંડોવણીને મુખ્ય કારણ ગણાવ્યું હતું. જાલુજની હાલમાં યુનાઈટેડ કિંગડમમાં યુક્રેનના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે. ઉત્તર કોરિયા અને ચીન સમર્થન આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેનની સામે ઉભા છે. પ્રમાણિકથી કહું તો પહેલેથી જ યુક્રેનમાં, ઈરાની શાહિદીઓ કોઈપણ શરમ વિના, એકદમ ખુલ્લેઆમ નાગરિકોની હત્યા કરી રહ્યા છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ઉત્તર કોરિયાના સૈનિકો અને ચીની શસ્ત્રો હવે યુદ્ધમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે.

જાલુજનીએ યુક્રેનના સહયોગીઓને નિર્ણાયક પગલાં લેવા અને સંઘર્ષને દેશની સરહદોની બહાર ફેલાતા અટકાવવાનો આગ્રહ કર્યો. તેમણે ચેતવણી આપી કે, યુક્રેનના પ્રદેશ પર તેમને અહીં રોકવા હજુ પણ શક્ય છે, પરંતુ કેટલાક કારણોસર અમારા ભાગીદારો આ સમજવા માંગતા નથી. તે સ્પષ્ટ છે કે યુક્રેન પહેલાથી જ ઘણા દુશ્મનો ધરાવે છે. ભૂતપૂર્વ યુક્રેનિયન સૈન્ય વડાની ચેતવણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે એવા હતા જેમણે પ્રારંભિક રશિયન આક્રમણ સામે લડવામાં સફળતા મેળવી હતી. જો કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી સાથે વધતા તણાવ વચ્ચે તેમને આ વર્ષની શરૂઆતમાં પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જાલુજાનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ત્યારથી જ્યારે અમેરિકાએ યુક્રેનને લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી. રશિયાએ પણ યુક્રેન પર નવી પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ ફાયર કરીને જવાબ આપ્યો હતો, જેનો પુતિને દાવો કર્યો હતો કે તે હાઈપરસોનિક મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઈલ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે તેમની સેનાએ ડીનીપ્રોમાં આ હાઈપરસોનિક મિસાઈલ છોડી હતી. આ હુમલા અંગે ઝેલેન્સકીએ કહ્યું, આ યુદ્ધના સ્કેલ અને ક્રૂરતામાં આ સ્પષ્ટ અને ગંભીર વધારો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com