રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજયપાલ આચાર્ય દેવવ્રતજી આવતીકાલે તા.24ને રવિવારે સવારના રાજકોટની મુલાકાત લઈ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત સંત | મોરારીબાપુની રામકથામાં હાજરી આપનાર હતા. પરંતુ છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રાજકોટનો આ કાર્યક્રમ રદ થવા પામેલ છે. હવે માત્ર રાજયપાલ આચાર્ય દેવવ્રતજી આવતીકાલે સવારે હવાઈ માર્ગે રાજકોટ પહોંચી રામકથામાં હાજરી આપનાર છે.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની રાજકોટની આવતીકાલની આ મુલાકાતને લઈને મામલતદાર અને પ્રાંત અધિકારીઓને એરપોર્ટ તથા રામકથાના સ્થળ એવા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પ્રોટોકોલની વિશેષ જવાબદારી સોંપી દેવામાં આવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા આજથી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં મોરારીબાપુની વૈવિક રામકથાનો પ્રારંભ થતા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ભાવીકોનો સમુંદર ધુંધવાયો છે.
દરમિયાન આવતીકાલે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી હવાઈ માર્ગે ગાંધીનગર-અમદાવાદથી સવારના 9 વાગ્યાની આસપાસ રાજકોટ પહોંચી રામકથામાં હાજરી આપનાર છે. આ અંગે આજે રિહર્સલ કરવામાં આવેલ હતું. રાજયપાલની મુલાકાતને લઈને મામલતદારો અને પ્રાંત અધિકારીઓને પ્રોટોકોલની એરપોર્ટ તથા કથાસ્થળે જવાબદારી સોંપી દેવામાં આવી છે.