છેલ્લાં બે ત્રણ વર્ષમાં અંગદાન અંગે લોકો માં જાગૃતિ વધતા અંગદાન માટે પરીવારજનો ની સંમતિ મેળવવાનું થયુ સરળ:ડૉ. રાકેશ જોષી, તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ,અમદાવાદ
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૪ અંગદાન થયું છે. ગુપ્તદાનરુપે થયેલ આ અંગદાનની વિગતો જોઈએ તો, અકસ્માતમાં માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ ૩૨ વર્ષીય યુવાનને સારવાર દરમ્યાન ફરજપરના ડોક્ટરોએ દર્દી બ્રેઇન ડેડ થતા તેમના પરિવારજનોને અંગદાન વિશે સમજાવેલ. દર્દીના પરિવારજનોએ સર્વ સંમતિથી અંગદાનની સંમતિ આપતા તારીખ ૨૩.૧૧.૨૦૨૪ ના રોજ તેમના અંગોનું દાન લેવામાં આવ્યું . જેમાંથી પ્રાપ્ત થયેલ બે કીડની, એક લીવર અને એક સ્વાદુપિંડ(pancreas) સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલના જરૂરીયાત મંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૭૪ અંગદાતાઓ થકી કુલ ૫૬૫ અંગોનું દાન મળ્યું છે જેના થકી ૫૪૭ વ્યક્તિઓ ને નવું જીવન મળ્યુ છે તેમ ડો. રાકેશ જોશી એ વધુમાં જણાવ્યુ હતુ.