છેલ્લા ચાર વર્ષમાં ભાજપ દ્વારા કુલ રૂા.૭૮૨.૧૩ કરોડના બજેટ મંજુર તેમજ ચાલુ વર્ષ દરમ્યાન વી.એસ. હોસ્પિટલમાં ૪,૭૦,૨૬૮ દર્દીઓએ સારવાર લીધી હોવા છતાં નવીનીકરણ કેમ નહીં ? બજેટના કદ વધે છે તેમ છતાં ભાજપના સત્તાધીશો વી.એસ. હોસ્પિટલને બંધ થવાને આરે લાવીને મુકેલ છે,વી.એસ. હોસ્પિટલ ઠેર ઠેર જર્જરીત થઇ ગઇ હોવા છતાં સત્તાધીશો માત્ર વાહવાહી લુંટવા માટે માત્ર મોટી મોટી પોકળ જાહેરાતો જ કરે છે : શહેઝાદ
વી.એસ. હોસ્પિટલનું નવીનીકરણની વાતો માત્ર બજેટ બુકમાં જ ના રહે તે માટે નક્કર કામગીરી તાકીદે હાથ ધરાય અને જરૂરી કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસની માંગણી : શહેઝાદ ખાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ વી.એસ.હોસ્પિટલમાં તા. ૨૭-૧૨-૨૦૧૮ થી સુપર સ્પેશ્યાલીટી સેવા બંધ કરી કુલ ૧૨૦૦ બેડની વી.એસ.હોસ્પિટલને માત્ર ૫૦૦ બેડની કરી અને વી.એસ.બોર્ડને માત્ર ૧૨૦ બેડની સત્તા આપવામાં આવી જે ભાજપ માટે શરમજનક બાબત છે. સત્તાધારી ભાજપ દ્વારા સને ૨૦૨૧-૨૨ થી સને ૨૦૨૪-૨૫ સુધીમાં વી.એસ. હોસ્પિટલ માટે કુલ રૂા.૭૮૨.૧૩ કરોડનું બજેટ મંજુર કરવામાં આવેલ હતું ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ બજેટમાં રૂા.૫૫.૦૦ કરોડ વી.એસ. હોસ્પિટલના તથા ટ્રોમા વોર્ડના નવીનીકરણ માટે મંજુર કરાયેલ હોવા છતાં સત્તાધારી ભાજપ વી.એસ.હોસ્પિટલનું નવીનીકરણ કરવાની કોઈ કામગીરી કરી શકી નથી જે કડવી વાસ્તવિકતા છે.બજેટના કદ વધે છે તેમ છતાં ભાજપના સત્તાધીશો વી.એસ. હોસ્પિટલને બંધ થવાને આરે લાવીને મુકેલ છે.વી.એસ. હોસ્પિટલ ઠેર ઠેર જર્જરીત થઇ ગઇ હોવા છતાં સત્તાધીશો માત્ર વાહવાહી લુંટવા માટે માત્ર મોટી મોટી પોકળ જાહેરાતો જ કરે છે.
પઠાણે વધુમાં જણાવ્યું હતું કેહાલ ગરીબ અને મધ્યમવર્ગના જરૂરિયાતમંદ લોકોને સારી સુવિધા મળતી નથી.ચાલુ વર્ષ દરમ્યાન વી.એસ. હોસ્પિટલમાં ૪,૬૧,૧૦૩ આઉટડોર તથા ૯૧૬૫ જેટલા ઈન્ડોર દદીઓ મળી કુલ ૪,૭૦,૨૬૮ દર્દીઓએ એ સારવાર મેળવી હતી જે બતાવી આપે છે કે, ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને સારી અને સસ્તી મેડીકલ સારવાર મળી શકે તે માટેની મુખ્ય પ્રાયોરીટી વી.એસ.હોસ્પિટલ છે.ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને સારી અને સસ્તી મેડીકલ સારવાર મળી શકે માટે તેનું મુખ્ય કેન્દ્ર સુપર સ્પેશીયાલીટીની સગવડ સાથેની જનરલ હોસ્પીટલો હોય છે જેથી વી.એસ. હોસ્પિટલમાં સુપર સ્પેશીયાલીટીની સગવડ હોવી માત્ર જરૂરી જ નહી પરંતુ અનિવાર્ય પણ બની જાય છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના હીતમાં વી.એસ. હોસ્પિટલનું નવીનીકરણ ની વાતો માત્ર બજેટ બુકમાં જ ના રહે તે માટે નક્કર કામગીરી તાકીદે હાથ ધરાય તે માટેની જરૂરી કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસની માંગણી છે.