પ્રથમ હરોળમાં પકડાયેલા ભાગેડુ પાંચ આરોપીઓ ચિરાગ રાજપુત,મિલીન્દ પટેલ, રાહુલ જૈન,પંકીલ પટેલ, પ્રતીક ભટ્ટ
ખ્યાતિ કાંડના ત્રણ ફરાર આરોપીઓ કાર્તિક પટેલ ડો. રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા
ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલના C.E.O. રાહુલ જૈન ઉદયપુર અને અન્ય ચાર આરોપીઓ ખેડાના ઉકેડીમાં પ્રતીક કાંતિ પટેલના ફાર્મમાંથી ઝડપાયા : ખ્યાતિ હોસ્પીટલમાં ડાયરેકટર તથા બ્રાન્ડિંગ માર્કેટીંગની જવાબદારી સંભાળનાર ચિરાગ રાજપુતનો માસીક પગાર રૂપિયા સાત લાખ
અમદાવાદ
ક્રાઈમ બ્રાન્ચ DCP શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ યોજી તપાસની વિગતો આપતા જણાવ્યું કે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આઠ આરોપીઓમાંથી ચિરાગ રાજપુત,મિલીન્દ પટેલ, રાહુલ જૈન,પંકીલ પટેલ, પ્રતીક ભટ્ટ,એમ 5 ભાગેડુ આરોપીની ધરપકડ કરી છે. ત્યારે હજી પણ આ મામલામાં હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા હજી પણ ફરાર હોઈ, તેમની શોધખોળ યથાવત્ રાખવામાં રાખવામાં આવી છે.ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ બનાવ સંદર્ભે નોંધાયેલ ત્રણ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાંચ અમદાવાદ શહેર દ્વારા ક્રાઈમ બ્રાચના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ તલસ્પર્શી તપાસ ચાલી રહેલ છે.ખ્યાતિ હોસ્પિટલની આવકની વાત કરીએ તો 70 ટકા આવક સરકારી યોજનાઓમાંથી કરવામાં આવતી હતી. ચિરાગ રાજપૂતએ એક ટીમ તેના અંડર રાખી હતી.જેમાં એક મિલિંદ પટેલ છે જેઓ પહેલા સાલ હોસ્પિટલમાં પણ નોકરી કરતા હતા.આ ગુન્હામાં ધરપકડ ટાળવા નાસતા ફરતા રહેલ આરોપીઓની અટકાયત માટે અલગ અલગ ૦૮-ટીમો બનાવવામાં આવેલ હતી.”યોજનાનું લાભ લેવા માટે પોર્ટલ પર બે ટાઈપની એન્ટ્રી કરવાની હોય છે એક હોય છે ઈમરજન્સી કેસ અને બીજી નોર્મલ ત્યારે આ લોકો બધા જ ઈમરજન્સી કેસમાં અપ્રુઅલ મળવી લેતા હતા”. આરોપીઓ ચાઇનીઝ અને રશીયન એપથી વાત કરતા હતા જે આરોપીઓ ટ્રેક કરવા માટે સાયબર એક્ષપર્ટની મદદ લેવામાં આવેલ. આ કાર્યવાહી દરમ્યાન ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલના C.E.O. રાહુલ જૈન ઉદયપુર રાજસ્થાન ખાતે હોવાની માહીતી આધારે તપાસ કરતા C.E.O. રાહુલ જૈન મળી આવેલ.રાહુલ પૈસાની હેરફેર, ગિફ્ટ અને કમિશનની બધી જવાબદારી સંભાળતો હતો. એક દર્દીનું ઓપરેશનમાં મોત થયું હતું ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલને ફોન કર્યો હતો. ગામડાના માણસો આવી ગયા હતા ત્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગરથી નિવેદન માટે બોલાવ્યા હતા અને ફરિયાદની ભીંતિ થતા તેઓ ફોન બંધ કરી ફરાર થઈ ગયા હતા.આરોપીઓ ચાઈનીઝ અને રશિયાની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા તેમજ અન્ય ચાર આરોપી ખેડાના ઉકેડીમાં પ્રતીક કાંતિ પટેલના ફાર્મમાંથી આરોપીઓ ઝડપાયા છે.આ ગુન્હાના આરોપીઓને ઝડપથી પકડવાની કાર્યવાહી સંર્દર્ભે ટેકનીકલ તથા હ્યુમન સોર્ચથી માહિતી મળેલ જેમાં ચિરાગ રાજપૂત અમદાવાદ શહેર ખાતે તેના આ કેસ અંગેની કાયદાકીય સલાહ સુચન લેવા આવનાર છે. આ માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમ તે દિશામાં કામે લાગેલ.આ દરમ્યાન ચિરાગ રાજપૂત તેની સાથે હોસ્પિટલમાં માર્કેટીંગ વિભાગમાં કામ કરતા તેના સાથી સાથે અમદાવાદ શહેરની નજીકના વિસ્તારમાં રોકાયેલાની માહિતી આધારે ચિરાગ રાજપૂતના ભૂતકાળની વિગતો મેળવતા જાણવા મળેલ કે, તેનો વર્ષો જુનો મિત્ર પ્રતિક કાંતીભાઇ પટેલ રહે:- ઉકેરડીના મુવાડા તા:- કપડવંજ જી:- ખેડા જે પ્રતિક તથા ચિરાગ બન્ને ઘોડાસર પુનીતનગર ખાતે સાથે રહેતા હતા. ચિરાગ રાજપુત તથા ખ્યાતિ હોસ્પીટલના માર્કેટીંગ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ હાલ પ્રતિક કાંતીભાઈ પટેલના ફાર્મહાઉસ ખાતે રોકાયેલા છે. આ ફાર્મ હાઉસ કપડવંજ તાલુકાના ઉકેરડીના મુવાડા ખાતે દહેગામ-કપડવંજ રોડ પર આવેલ છે. આ માહિતી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ચિરાગ રાજપુત, મિલીન્દ પટેલ, પંકિલ પટેલ, પ્રતિક ભટ્ટ આ સ્થળેથી મળી આવેલ છે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડના પકડાયેલ પાંચ આરોપીઓ
(૧) ચિરાગ સ/ઓ હિરાસિહ બગીસિહ જાતે-રાજપૂત ઉ.વ-૪૭ વ્યવસાય:- વેપાર રહે, મ.નં બી/૩૧, રીવેરા બ્લ્યુ, વોડાફોન હાઉસની સામે, મકરબા, સરખેજ અમદાવાદ શહેર.
(૨) મિલીન્દ સ/ઓ કનુભાઇ અમરતલાલ પટેલ ઉ.વ-પર વ્યવસાય:-નોકરી રહે, મ.નં ડી/૪૦૩, શુકન હોમ્સ, અયોધ્યાનગર સામે, માણકી સર્કલની બાજુમાં, ન્યુ રાણીપ અમદાવાદ શહેર મુળવતન: ૧૮૧૯, વર્ધમાનનગર સોસા, બાલજી પાર્ક પસે, ચાણસ્મા હાઇવે રોડ, પાટણ
(૩) રાહુલ સ/ઓ રાજેન્દ્રકુમાર શાંતીલાલ જૈન ઉવ.૩૭ ધંધો:- નોકરી રહે:- ઇ/૯૦૨, શીલાલેખ એપાર્ટમેન્ટ, પોલીસ સ્ટેડીયમ સામે, શાહીબાગ, અમદાવાદ શહેર મુળવતન:- 99, નાકોડા કોમ્પ્લેક્ષ, હિરણમગરી, સેકટર-૪, ઉદેપુર, રાજસ્થાન
(૪) પ્રતિક સ/ઓ યોગેશભાઈ હિરલાલ ભટ્ટ ઉવ.૩૭ રહે:- મ.નં ૧૦૮, મકેરીવાડ, છબીલા હનુમાન મંદિર પાસે, રાયપુર, ખાડીયા, અમદાવાદ શહેર. મૂળવતન: ગામ.સોનારડા ત:-દહેગામ જી:- ગાંધીનગર
(૫) પંકિલ સ/ઓ હસમુખભાઈ મોહનભાઈ પટેલ ઉ.વ.૪૭ રહેવાસી ઈ/૧૦૨ ધનંજય એન્કલેવ, ન્યુ સાઈન સીટી રોડ, ગોતા અમદાવાદ શહેર મુળ વતન ગામ ગોજારીયા, તા. વિજાપુર,જિલ્લો મહેસાણા
ઉપરોકત ઇસમોની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન મળેલ કેસ સબંધિત વિગતો
(૧) ચિરાગ રાજપૂત – શરૂઆતમાં મેડીકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે અલગ-અલગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કામ કરતો હતો. તેમજ અલગ-અલગ હોસ્પીટલમાં એડમીન/માર્કેટીંગ / ડિરેકટર/ બ્રાન્ડિંગ જેવા હોદ્દા પર કામ કરતો હતો. હાલ તે ખ્યાતિ હોસ્પીટલમાં ડાયરેકટર તથા બ્રાન્ડિંગ માર્કેટીંગની જવાબદારી સંભાળે છે. જેનો માસીક પગાર રૂપિયા ૭,૦૦,૦૦૦(સાત લાખ) નો છે. આ ગુન્હામાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ તે આગ્રહપૂર્વક સ્ટેન્ટ મુકાવતો. તેમજ ડોકટરને પણ તેની સુચનાનુ પાલન કરવુ પડતુ હતુ. હોસ્પીટલની કેથલેબ ખાતે સ્ટેન્ટ મુકવાની પ્રોસીજર સમયે તે હાજર રહેતો.ચિરાગ રાજપૂત સહઆરોપી રાહુલ જૈનની સાથે તેને ગાડીમાં ઉદયપુર રાજસ્થાન ગયેલ ત્યારબાદ રાજસમંદ રોકાયેલો જ્યાં પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ તથા મિલીન્દ પટેલ સાથે જોડાય ગયેલ. આ તમામ આરોપીઓ એક દિવસ અગાઉ પ્રતિક પટેલના ઉકેરડીના મુવાડા ખાતે આવેલ ફાર્મ પર રોકાયેલ હતા.
(૨) મિલીન્દ પટેલ સૌપ્રથમ એમ.આર. તરીકે વી.એચ.ભગત કંપનીમાં પાટણ ખાતે નોકરી કરેલ. બાદ કોરોના રેમેડીસ કંપનીમાં એમ.આર. તરીકે તેમજ સને ૨૦૧૦ થી નિધી હોસ્પીટલ, નવરંગપુરા ખાતે માર્કેટીંગ એકસીકયુટીવ તરીકે જોડાયેલ. ૨૦૧૭ માં સાલ હોસ્પીટલ વસ્ત્રાપુર ખાતે જોડાયેલ જયાં ચિરાગ રાજપુત સાથે મુલાકાત થયેલ તેની સાથે માર્કેટીંગ એકઝી. તરીકે ૨૦૨૦ સુધી નોકરી કરેલ. ૨૦૨૦ માં ચિરાગ રાજપુતના કહેવાથી એશિયન બેરીયાટ્રીકસ હોસ્પીટલમાં નોકરી પર લાગેલ જ્યાં માર્કેટીંગ એકસીકયુટીવ તરીકે ૨૦૨૦ સુધી રહેલ.આ સમય દરમ્યાન તેને શેર બજારમાં નુકશાન થતા ઘર/પરીવારથી અલગ થયેલ તેના વિરૂધ્ધ નેગો. એકટ કલમ ૧૩૮ મુજબના કેસ થયેલ. જેમાં એકાદ વર્ષ સુધી જેલમાં રહેલ. જેલમાંથી પરત આવ્યા બાદ ખ્યાતિ હોસ્પીટલમાં માર્કેટીંગ એકઝીકયુટીવ તરીકે જોડાયેલ ત્યારથી આજદિન સુધી માસિક રૂ. ૪૦,૦૦૦ ના પગારથી નોકરી કરે છે.
ખ્યાતિ હોસ્પીટલમાં માર્કેટીંગ એકઝી. તરીકે તેણે અમદાવાદ શહેર તથા આજુબાજુ વિસ્તારના જી.પી. ડોકટર ને મળી તેમની પાસે આવતા દર્દીઓને ખ્યાતિ હોસ્પીટલ ખાતે રીફર કરવા સહમત કરવાની કામગીરી કરવી. આ ઉપરાંત અલગ અલગ ગામોમાં કેમ્પ કરી હોસ્પિટલ માટે દર્દીઓ લાવવાની કામગીરી કરે છે.
(૩) રાહુલ જૈન :- રાહુલ જૈન હોસ્પીટલમાં સી.ઈ.ઓ. તરીકે કામ કરે છે. હોસ્પીટલના તમામ નાણાકીય વ્યવહાર તથા ખરીદી કરવી તથા તમામ નાણાકીય વ્યવહારો રાહુલ જૈન કરતો હતો. હોસ્પીટલમાં તમામ ઓડીટો સાથે રહી કરાવતો હતો. ઓડીટમાં કોઇ ભૂલ હોય તો ડાયરેકટરો સાથે મળી સોલ્યુશન લાવતા હતા.
(૪) તથા (૫) પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ બન્ને ચિરાગ રાજપૂત તથા મિલીન્દ પટેલની સુચનાઓ મુજબ કેમ્પ કરવા, દર્દીઓ લાવવા, દર્દીઓને સ્ટેન્ટ મુકવા માટે તેઓને સ્ટેન્ટ નહી મુકવાથી થનાર નુકશાનથી ડરાવવા, વિગેરે તમામ કાર્યવાહી કરતા હતા.