છેલ્લા ૬ માસમાં બી.આર.ટી.એસ.ની ૫ બસોમાં આગ,જે.બી.એમ.કુંની ઇલેકટ્રીક બસો હોવા છતાં તેને વધુ ૨૬૦ બસોનો નવો કોન્ટ્રાકટ આપી ખોટમાં ધકેલતું ભાજપ : શહેજાદખાન પઠાણ

Spread the love

ઓન રોડ ૨૭૪ બસોમાંથી દૈનિક સરેરાશ ૫૦ બસો બ્રેકડાઉન, પ્રજાની સુરક્ષા અને સલામતી માટે ખાનગી બસના ઓપરેટર કોન્ટ્રાકટર તથા બસો સપ્લાય કરતી કંપની સામે પગલાં તાકીદે લેવા તેમજ બ્રેકડાઉન પ્રમાણ ધટાડવા બાબતે તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદના નગરજનોને સારી અને સમયસરની પરિવહન સેવા પુરી પાડવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારની જે.એન.એન.યુ.આર.એમ.ની આર્થિક મદદથી મ્યુ.કોર્પો. દ્વારા જનમાર્ગ લી. ની સ્થાપના કરેલ જેના દ્વારા બી.આર.ટી.એસ. બસો ખરીદવામાં આવેલ હતી તે બસો તદ્દન નવી અને અદ્યતન ટેકનોલોજી વાળી બસો છે તેમ છતાં છેલ્લા ૬ માસમાં બી.આર.ટી.એસ.ની ૫ બસોમાં આગ લાગવાની ઘટના બનેલ છે. તાજેતરમાં વાળીનાથ ચોક બસ સ્ટેશન પાસે પણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે. તેમાં તે સમયે પ્રવાસીઓ બસમાં હતાં પરંતુ સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામેલ નથી તેમજ બી.આર.ટી.એસ.ની બસો દ્વારા નાના મોટા અકસ્માતો થવાના તથા અનેક વ્યકિતઓના મૃત્યુ થયેલ છે.હાલ બી.આર.ટી,એસ,માં કુલ ૩૩૫ બસો છે. જે પૈકી દૈનિક ૨૭૪ બસો ઓન રોડ મુકવામાં આવે છે તેમાંથી દૈનિક સરેરાશ ૫૦ બસો બ્રેકડાઉન થયેલ હોય છે જેથી બ્રેકડાઉનનું પ્રમાણ ખુબજ વધારે રહેવા પામે છે જેને કારણે બી આર.ટી.એસ.ની પરિવહન સેવા કથળી છે. છેલ્લા ૬ માસ દરમ્યાન કુલ ૫ બસોમાં આગ લાગવાની ઘટના બનેલ તેમાં ૪ બસો તો જે.બી.એમ. કું ની ઇલેકટ્રીક બસો છે તેમ છતાં સત્તાધારી ભાજપ તેને વધુ નવી ૨૬૦ બસોનો નવો કોન્ટ્રાકટ આપવા જઈ રહી છે.એક તરફ જનમાર્ગ લી. કરોડોની ખોટ કરી રહયું છે બીજી તરફ બ્રેકડાઉનવાળી બસોની સંખ્યા વધતી જાય છે બસોનો નિભાવ, જાળવણી, સર્વિસ કે જરૂરી રીપેરીંગ કરાવવાની જવાબદારી જે તે કોન્ટ્રકટરની હોય છે પરંતુ કોન્ટ્રાકટરો દ્વારા બસોની પુરતી દેખભાળ નહી થતી હોવાના કારણે અકસ્માતો થવાના અને આગ લાગવાના બનાવો વધતાં જાય છે જેને કારણે જનમાર્ગ દિન-પ્રતિદિન ખોટના ખાડામાં ધકેલાય છે.

બી.આર.ટી.એસ.ની બસો અમદાવાદ શહેરના રોડ પર “ફરતાં યમદુત” સમાન બની રહેલ છે. સાથે સાથે હયાત રસ્તા ટ્રાકિફ અને બી.આર.ટી.એસ.ને કારણે સાંકડા થઈ ગયાં છે જેને કારણે વારંવાર ટ્રાફિકજામ થવા તથા નાના મોટા અકસ્માતો થવાનાં બનાવો સામાન્ય થઇ ગયાં છે તેમાં ખાસ કરીને અમદાવાદ શહેરના સીટી વિસ્તારમાંથી પસાર થતા બી.આર.ટી.એસ. રૂટ પાસેના રસ્તા પર લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઇ જાય છે બસમાં આગ લાગવાની ઘટના બસમાં પ્રવાસ કરતાં પ્રજાજનો માટે જાનના જોખમરૂપ પુરવાર થયેલ છે.બી.આર.ટી.એસ.ની બસો દ્વારા વારંવાર અકસ્માત થવાના તથા ચાલુ બસે બસમાં આગ લાગવાની ઘટના ચિતાંજનક છે આવા બનાવો બનતા અટકાવવા તેમજ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે ખાનગી બસના ઓપરેટર કોન્ટ્રાકટર તથા બસો સપ્લાય કરતી કંપની સામે પગલાં તાકીદે લેવા તેમજ બ્રેકડાઉન પ્રમાણ ધટાડવા બાબતે તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com