ચાર ઇસમોને બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા પકડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ 

Spread the love

બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલરની ૧૫૧ નોટો  તથા બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલરની નોટો છાપેલ સીટો નંગ-૧૮ તેમજ બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાના મશીન તથા અન્ય સામગ્રી સાથે ઝડપ્યા

અમદાવાદ

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ નાઓએ અમદાવાદ શહેરમાં બનાવટી ચલણી નોટો અંગેના ગુનાઓ શોધી કાઢવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ નાઓના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમને મળેલ ચોક્કસ હકિકત આધારે અમદાવાદ શહેર, વેજલપુર વિસ્તારમાથી (૧) રોનક ચેતનભાઇ રાઠોડ નાને ઓસ્ટ્રેલિયન ૫૦ ડોલરની બનાવટી નોટો નંગ-૧૧૯ ની વટાવવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખી મળી આવતા કબ્જે કરી તે દીશામાં વધુ તપાસ કરતા તેને નોટો આપનાર (૨) ખુશ અશોકભાઇ પટેલને હસ્તગત કરી નોટો સબંધે પુછ-પરછ કરતા આ બનાવટી ડોલર પોતાને મૌલિક શંકરભાઇ પટેલનાએ બનાવટી હોવાનું જણાવી વટાવવા આપેલાની વિગત જણાવેલ. જે આધારે અમદાવાદ શહેર, વટવા, પેલ્ટીનીયમ એસ્ટેટ શેડ નં.૬૫ ખાતેથી પંચો સાથે તપાસ કરતા (૩) મૌલિક શંકરભાઇ પટેલ તથા (૪) ધૃવ સ/ઓ હિમાંશુભાઈ જીતેન્દ્રભાઈ દેસાઇ નાઓ મશીન મારફતે બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા બનાવટી ઓસ્ટ્રેલિયન ૫૦ ડોલરની નોટો નંગ-૩૨ કિ.રૂ.00/- તથા ઓસ્ટ્રેલિયન કરન્સીની ૫૦ ડોલરની નોટો છાપેલ સીટો નંગ-૧૮ કિ.રૂ.૦૦/- તથા પ્રિન્ટર મશીન, કોમ્યુટર વિગેરે જેવી નોટો છાપવાની સાધન સામગ્રી સાથે મળી કુલ્લે કિ.રૂ.૧૧,૯૨,૫૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે મળી આવતા તેઓ તમામ વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૬૧, ૬૨, ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૧૮૧, ૩૧૮ મુજબ ધોરણસર ફરીયાદ દાખલ કરાવેલ છે. જેની આગળની તપાસ પો.ઇન્સ.શ્રી એમ.એસ.ત્રિવેદી નાઓ ચલાવી રહેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગત

1.રોનક ઉર્ફે મીત સ/ઓ ચેતનભાઈ ધીરજલાલ રાઠોડ ઉ.વ.૨૪ ધંધો- મજૂરી રહે. મ.નં.ઈ/૦૨ ઈશ્વરઅમીકૃપા સોસાયટી, ચામુંડા નગરની બાજુમાં, બુટ ભવાની, વેજલપુર અમદાવાદ શહેર.

2. ખુશ અશોકભાઇ પટેલ ઉ.વ.૨૪ ધંધો-નોકરી રહે. મ.નં.એ/૫૦૧, અસ્ટમંગલ રેસીડેન્સી, કર્ણાવતી પગરખાની બાજુમાં, ભવાની ચોક, નિકોલ-નરોડા રોડ, નરોડા, અમદાવાદ શહેર.

3. મૌલિક શંકરભાઇ પટેલ ઉ.વ.૩૬ ધંધો-ટ્રાંસપોર્ટ હાલ રહે. પ્રમુખ બંગલોઝ, સરગાસણ ગામ, ગાંધીનગર મુળ રહે-૧૨૭, જ્યોર્જ સ્ટ્રીટ, પેરામેટા એન.એસ.ડબ્લ્યુ. સીડની (ઓસ્ટ્રેલીયા)

4. ધૃવ સ/ઓ હિમાંશુભાઈ જીતેન્દ્રભાઈ દેસાઈ ઉ.વ.૨૦ ધંધો-અભ્યાસ રહે-મ.નં.૧૭, બદ્રીનાથ ટેનામેન્ટ, મંગલેશ્વર મહાદેવ ઘોડાસર અમદાવાદ શહેર મો.નં.૯૮૫૬૪૯૮૫૬૫ આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) ઓસ્ટ્રેલિયન ૫૦ ડોલરની ચલણી નોટો નંગ-૩૨

(૨) ઓસ્ટ્રેલિયન કરન્સીની ૫૦ ડોલરની નોટો છાપેલ સીટો નંગ-૧૮

(૩) એક મોટુ પ્રિન્ટિંગ મશીન કિ.રૂ.૯,૦૦,000

(૪) એક એચ.પી. કંપનીનું ઇનબિલ્ટ કોમ્પ્યુટર કિ.રૂ.૧૫,૦૦૦

(૫) એક એપ્પલ કંપનીનું લેપટોપ કિ.રૂ.૫૦,૦00

(૬) ઓસ્ટ્રેલિયન ડોલરની બનાવટી નોટો છાપવામાં વપરાતી પ્લાસ્ટીકની સીટો (રો-મટિરિયલ્સ)નંગ-૬૫

(૭) એક બાજુએ ઓસ્ટ્રેલિયન ૫૦ ડોલરની છાપવાળી પ્લાસ્ટીકની સીટો કુલ્લે નંગ- ૦૩

(૮) પ્રિન્ટરની ઇંકની કાળા કલરની પ્લાસટીકની બોટલો નંગ-૦૯

(૯) એક સફેદ કલરનું નાનું કેન

(૧૦) એક પેનડ્રાઇવ કિ.રૂ.૧૦૦૦

(૧૧) અલગ-અલગ ત્રણ નાની મોટી સ્ટાઇનલેસ સ્ટીલની સ્કેલ

(૧૨) લાલ તથા પિળા કલરની કટર નંગ-૦૨

(૧૩) સફેદ કલરની ટેપ નંગ-૦૧

(૧૪) લાઇટબિલ નંગ-૧

(૧૫) મોબાઇલ ફોનો નંગ- ૦૭ કિ.રૂ.૨,૧૦,૦૦૦

(૧૬) રોકડા નાણા રૂ.૧૬,૫૦૦

(૧૭) એક આધારકાર્ડની સ્માર્ટ કોપી

(૧૮) અન્ય દેશોની ખરી કરન્સી નોટો નંગ-૦૫

કુલ્લે કિ.રૂ.૧૧,૯૨,૫૦૦ની મત્તાનો મુદ્દામાલ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com