અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં ‘ઓથર્સ કોર્નર શબ્દ સંસાર’ કાર્યક્રમમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી અને પદ્મશ્રી કુમારપાળ દેસાઈ દ્વારા ગુજરાતી સાહિત્ય અંગે રસપ્રદ માર્ગદર્શન અપાયું

Spread the love

મનુષ્ય જ્યારે સંવેદના ગુમાવશે ત્યારે તે સાહિત્યથી પણ દૂર થઈ જશે:- પદ્મશ્રી લેખક શ્રી રઘુવીર ચૌધરી

અમદાવાદ

આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલ 2024 નો પ્રારંભ કરાવ્યો છે. જેમાં આજ તારીખ 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી ‘ઓથર્સ કોર્નર શબ્દ સંસાર’ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે. જેમાં આજે પ્રથમ દિવસની સાંજે સાહિત્યકાર પદ્મશ્રી રઘુવીર ચૌધરી અને પદ્મશ્રી કુમારપાળ દેસાઈની ઉપસ્થિતિમાં ‘ઓથર્સ કોર્નર શબ્દ સંસાર’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પદ્મશ્રી એવોર્ડ વિજેતા લેખક શ્રી રઘુવીર ચૌધરીએ સાહિત્યની વાત કરતા જણાવ્યું કે, જીવનના વિવિધ રંગોનો આનંદ મનુષ્યએ પ્રકૃતિ પાસેથી પ્રેમ અને સંવેદનાથી પ્રાપ્ત કરવો જોઈએ પરંતુ આજે લોકો મોબાઇલ અને સોશિયલ મીડિયામાં જીવનના રંગોનો આનંદ શોધે છે. આજે મનુષ્ય પોતે પ્રકૃતિથી દૂર જઈને વાસ્તવિકતાથી દૂર જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, મનુષ્ય જ્યારે સંવેદના ગુમાવશે ત્યારે તે સાહિત્યથી પણ દૂર થઈ જશે. તેમણે આ બુક ફેસ્ટિવલમાં ભારતભરના તમામ લોકોને ભાગ લેવા માટે અપીલ કરી હતી. પદ્મશ્રી લેખક શ્રી કુમારપાળ દેસાઈએ વાચકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેનો સૌથી મોટો પડકાર મનુષ્યના ભીતરમાંથી જાગે છે. તેમણે વાચકોને ગુજરાતી સાહિત્યની રસપ્રદ વાતો કરી વિગતવાર માર્ગદર્શન અપાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલ- 2024 ના સમગ્ર આયોજનમાં ૧૦૦થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, ૩૦૦થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત ૧૦૦૦થી વધુ પ્રકાશકોનાં પુસ્તકો સાથે આ ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તકરસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું અને સભારણું બની રહેશે. આ સાથે ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાન ગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતના આકર્ષણો ઉપલબ્ધ રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા, NBT ચેરમેન શ્રી મિલિન્દ સુધાર મરાઠે, ઓથર્સ ઇવેન્ટ મેનેજર તેમજ વોલેન્ટિયર્સ, વાચકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com